ગાંધીધામ, તા. 1 : અંજારના વરસામેડી ટોલનાકા નજીક
પાંચ બોલેરોમાં લઇ જવાતા 12 મુંગા પશુઓને
બચાવી લેવાયા હતા અને 9 શખ્સો સામે
ગુનો દર્જ કરાયો હતો. વરસામેડી ટોલનાકા પાસે જીવદયા પ્રેમીઓ એક મેસજના કારણે એકઠા થયા
હતા અને બોલેરો નંબર જી.જે. 12 સી.વી. 0991, જી.જે. 12સી.વી. 9391, જી.જે. 18 બી.પી. 1868, જી.જે. 12 બી. ઝેડ, 8739ને રોકાવાઇ
હતી આ વાહનોમાં 12 ભેંસને ખીચોખીચ, ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધવામાં આવ્યા હતા.
તેમજ કોઇ સત્યમ અધિકારીનો દાખલો, પરવાનો ન હોવાનું બહાર આવ્યું
હતું. આ અંગે સાગર વેલજી ખાંડેકાએ અલાના ગુલ
હસન જત, અમીન જત, કરમખાન જત, મહેન્દ્ર આમદ જત, જુસમ જત, અલાની જુમા જત, મુસ્તફા જત,
જુમા આમદ જત તથા સોમેર જત સામે ફરિયાદ નોંધાવી હતી.