• સોમવાર, 02 માર્ચ, 2026

આદિપુરમાં જાહેરમાં પત્તા ટીંચનાર સાત મહિલા ઝડપાઇ

ગાંધીધામ, તા. 1 : આદિપુરના સંત કંવરરામ નગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમનાર સાત મહિલાને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 11,230 જપ્ત કર્યા હતા. આદિપુરના સંત કંવરરામ નગર સોસાયટી વિસ્તારમાં મકાન નં. 277ની બહાર અમુક મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમી રહી હતી, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી લતાબેન દુર્ગેશ ટેકવાણી, પુષ્પાબેન મૂરજી બારોટ, ગોમીબેન ભોજરામલ ક્રિપલાણી, હિનાબેન સત્યેન્દ્રસિંઘ, પૂજાબેન મહેશ બારોટ, બિનાબેન સુભાષ બારોટ, જાનકીબેન કનૈયાલાલ ગોસ્વામીને પકડી પાડવામાં આવ્યા હતા. જુગાર ખેલનાર આ મહિલાઓ પાસેથી રોકડ રૂા. 11,230 જપ્ત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd