• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

કુકમામાં 41 હજારના ગાંજા સાથે મહિલા ઝડપાઈ

ભુજ, તા. 23 : તાલુકાના કુકમામાં રહેણાક મકાનમાંથી પદ્ધર પોલીસે રૂા. 41,000ના  820 ગ્રામ ગાંજા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી, જ્યારે અન્ય એક આરોપી હાથમાં આવ્યો નહતો. પોલીસે ગાંજા સહિત કુલ રૂા. 42,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુકમાના સોનલકૃપાનગરમાં આવેલ રહેણાક મકાનમાંથી પોલીસે ગેરકાયદેસર પાસ-પરમિટ વિનાના રૂા. 41,000ના 820 ગ્રામ ગાંજા સાથે મહિલા આરોપી આઈશાબેન અલીમામદ બાફણને ઝડપી પાડી હતી, જ્યારે અન્ય આરોપી અલીમામદ મામદ બાફણ હાજર મળ્યો નહોતો. પોલીસે બંને આરોપી સામે એનડીપીએસ કાયદા હેઠળની કલમો તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd