• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

મુંદરાનાં ઘરમાંથી દાગીના ચોરીના ચકચારી કેસમાં બંને આરોપીના જામીન મંજૂર

મુંદરા, તા.  8 : મુંદરાનાં પોતાના ઘરમાં લગભગ અડધા કરોડના સોના ચાંદીના દાગીના ચોરીના આરોપ સાથેના ચક્ચારી કેસમાં માતા - પુત્ર આરોપીઓના ચાર્જશીટ પહેલાંજ ગુજરાત હાઇકોર્ટમાંથી રેગ્યુલર જામીન મંજૂર થયા છે. વિગતો મુજબ, નિવૃત પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સૌકતઅલી ખોજાના નિવાસે પુત્ર સમીરે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.  બાદમાં તપાસ પછી પોલીસે ચોરીના આરોપસર માતા યાસ્મિન સૌકતઅલી ખોજા અને પુત્ર સમીર ખોજાની  ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. આ મામલે ચાર્જશીટ પહેલાં કરાયેલી આરોપીઓની રેગ્યુલર જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે  મંજૂર કરી હતી. આ કેસમાં હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ અભયકુમાર પી. શાહ, કુલદીપ જે. મહેતા,  સ્થાનિકે એડવોકેટ કૈલાસદાન કે. ગઢવી, હરદાસ ગિલવા અને ભાવેશ એન. સોંધરા હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd