• શનિવાર, 18 જુલાઈ, 2026

ભુજમાં પતરા ખોલી 1.99 લાખના પાન-બીડી-મસાલાના કટ્ટાની તફડંચી

ગાંધીધામ, તા. 17 : ભુજના વોકળા ફળિયામાં આવેલી એક હોલસેલ વેપારીની દુકાનને નિશાન બનાવી નિશાચરે રૂા. 1,99,000ની કિંમતના પાન, બીડી, મસાલાના કટ્ટાની ચોરી કરી હતી. સી.સી.ટી.વી. કેમેરા તપાસ કરતા ચોરીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ભુજના ઉમેદનગરમાં રહી વોકળા ફળિયામાં સલાટ ડેળી પાસે કૌશલ ટ્રેડર્સ નામની પાન, મસાલાની જથ્થાબંધની દુકાન ચલાવતા કૌશલ વિનોદ ગણાત્રએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દુકાનમાં પાન, મસાલાનો મોટો જથ્થો રાખતા આ ફરિયાદી યુવાન આજે દુકાને હતો ત્યારે અમુક કટ્ટા ન દેખાતા તેણે દુકાનમાં લાગેલા સી.સી.ટી.વી.ના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં તા. 20/5થી 16/6 દરમિયાન એક નિશાચર આ દુકાનમાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. આ તસ્કરે દુકાનના પતરા ખોલી અંદર ખાબકતો હતો અને અંદરથી જુદા-જુદા દિવસે કટ્ટા લઈ જતો હોવાનું બહાર આવ્યું હતું. રૂા. 1,99,000ના પાન, બીડી, મસાલાના કટ્ટાની ચોરી અંગે પોલીસે ગુનો નોંધી આ નિશાચરને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd