હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 17 : દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો
ધરાવતું ગુજરાત મત્સ્ય ઉત્પાદનમાં પણ દેશમાં અગ્રેસર છે. ગુજરાતમાં સૌથી વધુ 3પ0 કિ.મી. જેટલો દરિયા કિનારો ધરાવતું કચ્છ ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદમાં
નોધંપાત્ર પ્રદાન આપી રહ્યું છે. કચ્છમાં આ વર્ષે માછલીનું ઉત્પાદન એક લાખ મેટ્રિક
ટનને પાર થાય તેવી શક્યતાઓ વધુ ઉજળી બની છે. આ વર્ષે રાજ્યમાં 11.31 લાખ મેટ્રિક ટન માછલીનું ઉત્પાદન
થાય તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. આ લક્ષ્યાંકમાં કચ્છનો હિસ્સો નવ ટકા એટલે
કે 1.05 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય
તેવો અંદાજ લાગવાઈ રહ્યો છે. - કચ્છનું દરિયાઈ મત્સ્ય ઉત્પાદન
એક વર્ષમાં બમણું થયું : મદદનીશ મત્સ્યેદ્યોગ નિયામક સંગીતાબેન ભરાડિયાના
જણાવ્યાનુસાર 2023-24માં કચ્છમાં માછલીનું ઉત્પાદન
3પ492 મેટ્રિક ટન હતું, જે એક વર્ષમાં બમણું થઈને 2025નાં વર્ષમાં લગભગ 67547 મેટ્રિક ટને પહોંચ્યું હતું. મત્સ્ય ઉત્પાદનમાં થયેલા વધારના
કારણે ગુજરાતના સૌથી મોટા મત્સ્ય બંદર જખૌનું વાર્ષિક ટર્નઓવર અઢી ગણું વધી ગયું છે.
- કચ્છના મત્સ્ય ઉત્પાદનમાં જખૌ
અગ્રેસર : કચ્છમાં નવ બંદર ઉપર માછીમારી પ્રવૃત્તિનો
ધમધમાટ જેવા મળે છે. જિલ્લામાં થતાં માછલી ઉત્પાદનમાં જખૌ મત્સ્ય બંદર અગ્રેસર છે.
કચ્છમાં થતાં માછલીનાં ઉત્પાદનમાં જખૌનો હિસ્સો
90 ટકા જેટલો છે. જિલ્લામાં સત્તાવાર
રીતે 1600થી વધુ યાંત્રિક માછીમારી હોડી
નોંધાઈ છે. જખા ઉપરાંત કુકડસર, નવીનાળ,
ઝરપરા, ત્રગડી, મોઢવા,
માંડવી, નાના લાયજા અને નારાયણસરોવરમાં માછીમારી
પ્રવૃત્તિ ધમધમતી જોવા મળે છે. નવી ટેક્નોલોજીના ઉપયોગ સહિતના કારણે કચ્છમાં ઝિંગા
માછલી ઉત્પાદનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. - જખૌમાં ફિશરીઝ હાર્બર સેન્ટરના
પ્રથમ તબક્કાનું કામ શરૂ : ભારત સરકારે જખૌમાં 121 કરોડના ખર્ચે ફિશરીઝ હાર્બર સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં જેટીનું
નિર્માણકાર્ય આરંભી દેવામાં આવ્યું છે. આ સેન્ટર નિર્માણના કારણે માછલીનાં પ્રોસેસિંગ
સહિતનાં કામો સ્થાનિકે જ થઈ શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઈન આઉટ ગેટ, વોચ ટાવર નિર્માણ સહિતનું આયોજન ઘડી કઢાયું
છે. - જળવાયુ પરિવર્તન
સામે સુરક્ષાકવચ પૂરું પડાશે : ક્લાયમેન્ટ ચેન એટલ કે જળવાયુ પરિવર્તન
અને વધતું ઐાદ્યોગીકરણ માછીમારી માટે પડકારૂપ છે. રાજ્ય સરકારે જળવાયુ પરિવર્તન સામે
કવચ પૂરું પાડવા 200 કરોડની વિશેષ
યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ કચ્છનાં ગામોને પણ આવરી લેવાયાં છે.