ગાંધીધામ, તા. 17 : અંજારના વરસાણા નજીજક બ્રિજ
પાસેથી એલ.સી.બી.એ એક કારમાંથી રૂા. 4,17,900નો શરાબ જપ્ત કર્યો હતો. પરંતુ બે આરોપી પોલીસના હાથમાંથી સાબુના
ગોટાની જેમ સરકી ગયા હતા. બીજી બાજુ મેઘપર બોરીચીમાં કંપની પાસેથી ઝાડીમાંથી રૂા. 14,063નો દારૂ જપ્ત કરાયો હતો. પરતુ
ત્યાં પણ આરોપી ગેરહાજર મળ્યો હતો. ભચાઉ બાજુથી આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના
આધારે એલ.સી. બી.એ વરસાણા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આરોપીઓને પકડી પાડવા પોલીસે
એડીચોટીનો જોર લગાવ્યો હતો અને આડસ ઊભી કરી ટોર્ચના અજવાળે કાર નંબર જી.જે. 08 એફ.એ. 3488 રોકાવવાની કોશિષ કરી હતી પરંતુ
આરોપીઓ એટલા તેજ હતા કે ત્યાં ગાડી ઊભી રાખી ચાવી કાઢયા વગર બે શખ્સો પોતાનો મોબાઇલ
ભુલીને અંધારામાં ઓઝલ થઇ ગયા હતા. ધમધમાટના આ માર્ગ પરથી પોલીસના હાથમાંથી આરોપી સાબુના
ગોટાની જેમ સરકી જતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. દરમ્યાન આ કારમાંથી પોલીસે ગ્રીન
લેબલ એક્સપોર્ટ 750 મી.લી.ની
252 બોટલ, 8પીએમના 1536 કવાર્ટરીયા, ગ્રીન લેબલના 432 કવાર્ટરીયા એમ કુલ્લ રૂા. 4,17,900નો શરાબ જપ્ત કર્યો હતો. તેમજ
એક મોબાઇલ, કાર પણ હસ્તગત કરાઇ હતી.
વારંવાર દારૂ પકડાય છે પણ આરોપીઓ અંધારાનો લાભ લઇ ઓઝલ થઇ જતા ભારે ચકચાર પ્રસરી છે.
વધુ એક કાર્યવાહી મેઘપર બોરેચી સીમમાં અંજાર ગળપાદર માર્ગમાં આવતા અને માલારા મહાદેવ
મંદિર તરફ જતા માર્ગ નજીક ગોકુલ કંપની પાસે બાવળની ઝાડીમાં કરવામાં આવી હતી આ ગાડીમાં
ઉદયસિંહ બાલુભા જાદવ નામનો શખ્સ દારૂ વેંચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ પહોંચી
હતી પણ આ શખ્સ ગેરહાજર મળ્યો હતો. અહીંથી 375 મી.લી.ની 41 બોટલ રૂા.
14,063નો દારૂ જપ્ત કરાયો હતો.