• શનિવાર, 18 જુલાઈ, 2026

ઉગેડીમાં ગૌચર જમીન કંપનીને અપાતા વિરોધ

નખત્રાણા, તા. 17 : તાલુકાના ઉગેડી ગામે છેલ્લા બે વર્ષથી સીમાડાની ગૌચર જમીન ખાનગી કંપનીને લીઝ પર આપી દેવાતા ગ્રામજનો દ્વારા કરાતો વિરોધ પરાકાષ્ટાએ પહોંચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉગેડીના સરપંચ કરણભાઈ રબારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભામાં મોટી સંખ્યામાં હાજર ગ્રામજનોએ ગૌચર બચાવો, પર્યાવરણ બચાવોના નારા લગાવ્યા હતા. ગ્રામસભાને અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા સરપંચે જણાવ્યું હતું કે, એક તરફ તંત્ર ગૌચર જમીન તથા સરકારી જમીન પર કરાયેલ દબાણ ઉપર બુલડોઝર ફેરવી રહ્યું છે જ્યારે બીજી તરફ ખુદ સરકાર જ ગૌચર જમીન પર લીઝધારકને મંજુરી આપી દે છે. એક ના બીજા સર્વે નંબરમાં મંજૂરી અપાઈ હોવાના આક્ષેપ કર્યો હતો. સરપંચે આ પ્રશ્ન તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન ચલાવવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી હતી. ઉપસરપંચ ભુપતસિંહ સોઢા, પૂર્વ સરપંચ મીઠુભાઈ વાઘેલા, તા.પં. સદસ્ય સલીમભાઈ, ગ્રા.પં. સદસ્ય ડાયાલાલ પટેલ, રફીક કુંભાર, પરસોત્તમ વાઘેલા, માલાભાઈ રબારી, વેરશી રબારી, ખલીફા સલીમભાઈ, ખીમજી પટેલ, રજનીકાંત પંડયા, પબાભાઈ આહિર, આમરજી જાડેજા, મામદ સુમરા, આમદભાઈ ખત્રી, ડુંગરસિંહ જાડેજા, મંગેશ જાદવ, મમુભા જાડેજા, ભીખા રબારી, રાણુભા જાડેજા, સૈયદ મલુકશા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન આ મુદ્દે ક્રસ્ટ માઈનિંગ પ્રા. મિ.ના ડાયરેક્ટરે એક લેખિતમાં ખુલાસો કર્યે હતો કે હાઈકોટ્રના હુકમ પ્રમાણે નવા સર્વે નં. 303માં લીઝની જમીન મંજૂર કરાઈ છે. ખોટી રીતે વિરોધ કરાયા છે અને ગૌચર પણ નથી. 

Panchang

dd