• શુક્રવાર, 17 જુલાઈ, 2026

કંડલા-ગાંધીધામ માર્ગે અજાણ્યા વાહનની ટક્કરથી ઈજાગ્રસ્તનું મૃત્યુ

ગાંધીધામ, તા. 16 : કંડલા -ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર અજાણ્યા  વાહનની ટક્કર  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા  રવિ પાસવાનનું મૃત્યુ થયું હતું. અંબિકા કાંટા સામે ગત તા. 23/6ના રાત્રે 9.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આ અંગે મૃતકના પુત્ર મનીષકુમાર રવિ પાસવાનની ફરિયાદીને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યાં વાહને રવિભાઈને હડફેટે લીધા હતા, જેના કારણે તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. આ ગુનામાં સામેલ તહોમતદારને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

Panchang

dd