• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

રોહિતની હાલની નિષ્ફળતાએ મેનેજમેન્ટને મોકો આપી દીધો

287 વન ડે, 11757 રન, 48.58ની એવરેજ, 92.76ની સ્ટ્રાઈક રેટ, 33 સદી અને 264નો ઉચ્ચ સ્કોર... રોહિત શર્માએ એક દિવસીય ક્રિકેટમાં દેખાવ, તેનો અનુભવ અને તેની ઈમેજ એવી છે કે કયારે નિવૃત્ત થવું એ નક્કી કરવાનો અધિકાર તેની પાસે હોવો જોઈએ પણ બીજી તરફ ભારતીય ટીમ માટે કયા શ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવા તેનો હક્ક પસંદગીકારો, એટલે રોહિતને રિટાયર્મેન્ટ માટે કરી દેખાયું હોવાની વાતનું એનાલિસીસ આસાન નથી. 2027નો વનડે વર્લ્ડકપ રમવા માટે રોહિતે પોતાની ફિટનેસ પર બહુ મહેનત કરી હતી અને લગભગ 11 કિલો વજન ઉતાર્યું હતું પણ આ વર્ષે વન ડે મેચોમાં તેની બેટિંગમાં સાતત્યમાં અભાવને લીધે કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગારકરની જોડીએ રોહિતને બહારનો દરવાજો દેખાડવાનો નિર્ણય લઈ લીધો હોવાની અટકળો છે. રોહિતે આ વર્ષે માત્ર 30 ની એવરેજથી 241 રન જ કર્યા છે. યશસ્વી જયસ્વાલ જેવા પ્રતિભાશાળી યુવાને સમાવવા માટે રોહિતને બહાર કરવાની તૈયાર છે. જો કે, અહીં મહત્વનો મુદ્દો એ પણ છે કે, 2027ના વનડે વર્લ્ડકપની ટીમમાં યુવાઓ અને અનુભવીઓનું યોગ્ય સંતુલન જળવાય એ જરૂરી છે. ગંભીર અને અગરકરની જોડીએ વનડેના કાબેલ બોલર મોહમ્મદ શમીને કેરિઅર પણ લગભગ પુરો કરી નાખી છે. કહેવાય છે કે, બે વર્ષ પહેલા જયારે રોહિતે હળવા મૂડમાં ગંભીરને કોચ પદ સંભાળા માટે કહ્યું ત્યારે ગૌતમે જવાબ આપ્યો હતો કે તું કેપ્ટન પદે રહેવાનો હોઈશ તો હું કોચ બનવા તૈયાર છું પણ હવે બંને વચ્ચે વિશ્વાસ અને તાલમેલનો સમય પુરો થઈ ગયો છે. પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકર હાલ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ સાથે જ છે. રિપોર્ટ અનુસાર તેમણે રોહિત શર્માને સંકેત આપી દીધો છે કે તે વિશ્વ કપની યોજનામાં સામેલ નથી. તેના સ્થાને યુવા યશસ્વી જયસ્વાલ અને બીજા યુવા ખેલાડીને તક આપવાના પક્ષમાં છે. જયસ્વાલ પાછલી 3 વન ડે ઈનિંગમાં 2 સદી કરી ચૂક્યો છે. વિશ્વ કપ અગાઉ 20 વન ડે મેચ રમાશે અને તેમાં તેને પર્યાપ્ત મોકા દેવાના પક્ષમાં બીસીસીઆઇ છે. રોહિત શર્માને સ્પષ્ટ રીતે સંન્યાસ લેવાનું કહેવામાં આવ્યું નથી પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે સપ્ટેમ્બરમાં રમાનાર ઘરેલુ વન ડે શ્રેણીમાં પસંદગીકારો ભવિષ્યની ટીમ તૈયાર કરવા માંગે છે. આથી રોહિતે ખુદે ફેંસલો લેવાનો રહેશે. રોહિત ટેસ્ટ અને ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યો છે.  એવા રિપોર્ટ સામે આવ્યા છે કે મુખ્ય પસંદગીકાર અગરકર અને કોચ ગંભીર વિરાટ કોહલી મામલે એકમત છે. તેના ફોર્મ અને ફિટનેસને લીધે તે વિશ્વ કપનો મુખ્ય દાવેદાર ખેલાડી છે.  

Panchang

dd