• શનિવાર, 18 જુલાઈ, 2026

અંજારના વિજયનગર-8 બગીચાની હાલત દયનીય

અંજાર, તા. 17 : શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલા જાહેર બગીચાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. થોડા સમય અગાઉ અંજાર નગરપાલિકા દ્વારા અહીં પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામનો માલસામાન રાખવા તેમજ લાડિંગ-અનલાડિંગ માટે ગાર્ડનનાં મેદાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાંધકામ પૂર્ણ થયા બાદ બગીચાને અગાઉની સ્થિતિમાં પુન:સ્થાપિત કરવામાં આવ્યો નથી. હાલમાં બગીચાના મુખ્ય પ્રવેશદ્વાર, બાળકોના રમતગમતનાં સાધનો તેમજ આરામ માટે બેસવાની ખુરશીઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. ઉપરાંત બગીચામાં કચરાના ઢગલા, રખડતા નંદીઓ અને શ્વાનોના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિજયનગરના રહેવાસીઓની માંગ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા ગાર્ડનને અગાઉ જેવું જ સુવિધાસભર અને વ્યવસ્થિત બનાવી આપવામાં આવે. જો કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી કરવામાં ન આવે, તો અંજાર નગરપાલિકા દ્વારા તેમની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવે તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.  

Panchang

dd