ગાંધીધામ, તા. 27 : રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં
સસરાએ પુત્રવધૂ સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ત્યારબાદ સસરા અને પતિએ પીડિતાને માર
માર્યો હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. ગત તા. 23/5ના રાત્રિના 11 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે પોલીસ સૂત્રોએ વિગતો આપતાં
જણાવ્યું હતું કે, 22 વર્ષીય પરિણીતા પોતાના પુત્રને સ્તનપાન કરાવતી હતી, તે સમયે આરોપી સસરાને પીડિતા સાથે જાતીય સતામણી
કરી હતી. ભોગ બનનારે રાડારાડ કરતાં ઉશ્કેલા પતિ અને સસરાએ
પીડિતાને પ્લાસ્ટિકના પાઈપ અને લાતો
વડે માર મારી મૂઢ માર જેવી ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.