• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

ચેક પરતના કેસમાં રસલિયાના આરોપીને એક વર્ષની કેદ

નલિયા, તા. 18 : અબડાસા તાલુકાનાં સણોસરાના ફરિયાદી પરેશાસિંહ બનુભા જાડેજા પાસેથી નખત્રાણાનાં રસલિયા ગામના આરોપી ઓસમાણ આદમ લાંગાયે રૂ. 20,91,000ની કિંમતની 41 ભેંસ ખરીદી હતી, જેમાંથી બાકી નીકળતા રૂ. 14,91,000નો ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળનાં કારણે પરત ફર્યો હતો. આ કેસ નલિયાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આસિફ આબીદહુસૈન ખેરાદાવાલાની કોર્ટમાં ચાલતા, કોર્ટે આરોપી ઓસમાણ લાંગાયને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. વધુમાં, કોર્ટે આરોપીને ચેકની રકમ જેટલું જ એટલે કે રૂ. 14,91,000નું વળતર ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે નલિયાના વકીલ કિશોરગિરિ એ. ગોસ્વામીએ હાજર રહ્યા હતા. 

Panchang

dd