• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

રાપર ડોમિસાઇલ પ્રકરણે વધુ શખ્સો સામે ગુનો દાખલ

ગાંધીધામ, તા. 13 : રાપર મામલતદાર કચેરીમાંથી બનાવટી ડોમિસાઇલ બનાવવાના પ્રકરણમાં આજે વધુ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. થક્કોલમ તામિલનાડુ ખાતે વધુ એક ફરિયાદ ઝીરો નંબરથી નોંધાઇ હતી. સી.આઇ.એસ.એફ.ના ઇન્સ્પેકટર નીતીશ ચૌહાણે અંકિતકુમાર જ્ઞાનચંદ સ્વામી તથા વિકાસ ઇન્ટ્રાજ ચૌધરી સામે ફરિયાદ કરી હતી. આ શખ્સે સી.આઇ.એસ.એફ.માં નોકરી મેળવવા રાપર મામલતદાર કચેરીમાંથી પોતે ડોમિસાઇલ બનાવ્યું  હોવાનું જણાવી નોકરી વેળાએ રજૂ કર્યું હતું. આ અંગે ખરાઇ કરાતાં રાપર મામલતદાર કચેરીમાંથી આવું ડોમિસાઇલ બનાવ્યું જ ન હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન આ શખ્સને ટર્મિનેટ કરાયો હતો. રાપર પોલીસ મથકે આ પ્રકરણમાં અગાઉ છ અને વધુ બે એમ કુલ આઠ શખ્સ સામે બનાવટી ડોમિસાઇલ મુદ્દે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Panchang

dd