• મંગળવાર, 10 માર્ચ, 2026

જીએસટી તંત્રે ઈ-વે બીલ મુદે કરેલી દંડાત્મક કાર્યવાહી અંગે હાઈકોર્ટનો નોંધપાત્ર ચુકાદો

ગાંધીધામ,તા. 9 : જી.એસ.ટી વિભાગે ઈ-વે બીલની મુદત પૂર્ણ થવાના મામલે આકરો દંડ ફટકારયો હતો. આ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટએ મહત્વનો ચુકાદો આપ્યો હતો. બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ લી. વિરુધ્ધ યુનિયન ઓફ ઈન્ડીયા ના કેસમાં ગુજરાત હાઈકોર્ટમા ન્યાયાધીશ એ.એસ.સુપૈયા અને પ્રણવ ત્રિવેદીની બેન્ચમાં ચાલી ગયો હતો. આ કેસની વિગતો એવી હતી કે કંપની ધ્વારા નિકાસ માલ માટે ઈ-વે બિલ તૈયાર કરાયુ હતું. વાહન બગડી જવાના કારણે આ બિલની મુદત તા.22-03-2025 ના રાત્રિના 12 વાગ્યે પૂર્ણ થઈ હતી. મુદત પૂર્ણ થયાના માત્ર 15 કલાક બાદ અધિકારીઓ ધ્વારા વાહન રોકીને રૂા.18,00,140નો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે અવલોકન કર્યું હતુ કે જયારે માલ નિકાસ માટે હોય ત્યારે તે ઝીરો રેટેટ સપ્લાય હેઠળ આષવે છે.જેના ઉપર કોઈ ટેકસ ભરવાની જવાબદારી બનતી નથી.જો ટેકસ ચોરી કરવાનો કોઈ ઈરાદો ન હોય અને માત્ર વાહન બગડવા જેવી અનિવાર્ય મુશ્કેલીને કારણે બિલની મુદત પૂરી થઈ હોય તો સી.જી.એસ.ટી એકટની કલમ 129 હેઠળ આટલો મોટો દંડ અયોગ્ય છે. અગાઉના માર્કોવેગન રીટેલ  કેસના ચુકાદાના આધારે કોર્ટ આ દંડને  કાયદાકીય રીતે ટકવા પાત્ર ન હોવાનુ ઠરાવ્યુ હતું. અદાલતે ડેપ્યુટી કમિશ્નર ઓફ સ્ટેટ ટેકસ ,અપીલ ડિવિઝન-11 રાજકોટ ધ્વારા કરવામાં આવેલા આદેશને રદ કર્યો હતો. વસુલવામાં આવેલી રૂા.18,00,140 ની રકમ 12 અઠવાડીયામાં વ્યાજ સાથે કંપનીને ચુકવવા સરકારને આદેશ આપ્યો હતો.કંપની વતી ધારાશાત્રી ચિરંજીવ ટંડને ધારદાર દલીલો કરી હતી.

Panchang

dd