ભુજ, તા. 9 : આજે
અડધી રાતે માંડવી બીચ નજીકથી મહારાષ્ટ્રનાં પાસિંગવાળી એક્સયુવી ગાડીમાંથી 10.50 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન સાથે મોહમદ મોહિબૂર રહેમાન
અબ્દુલહનાન (રહે. હાલે કોડાય પુલ, મૂળ ઝારખંડ) અને મોહમદ મનસૂર આલમ મોહમદ
અબુશેખ (રહે. શેખપીર પાસે-કુકમા, મૂળ પૂણે-મહારાષ્ટ્ર)ને સ્થાનિક
પોલીસે બાતમીના પગલે ઝડપી પાડયા હતા. આ અંગે માંડવી પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ
ગઈકાલે રાતે પીએસઆઈ એમ.કે. પરમારને બાતમી મળી હતી કે, એક સફેદ
કલરની મહિન્દ્રા કંપનીની એક્સયુવી થ્રી એક્સઓ મોડેલવાળી ગાડી નં. એમએચ-42-બીએન-1052વાળીમાં
બે ઈસમ માદક પદાર્થ સાથે માંડવી બીચથી શહેર તરફ આવી રહ્યા છે. આ બાતમીના પગલે માંડવી
પોલીસે પંચોને સાથે રાખી માંડવી બીચ તરફ જવાના રોડ પર આવેલાં ટોલનાકાં પાસે બાતમીવાળી
ગાડી રોકાવી ચાલકનાં નામ-સરનામા પૂછતાં હિન્દી ભાષામાં મોહમદ મોહિબૂર રહમાન અબ્દુલહનાન
(રહે. કોડાય પુલ, મૂળ ઝારખંડ) અને બાજુમાં બેઠેલા મોહમદ મનસૂર આમલ મોહમદ અબુશેખ
(રહે. શેખપીર પાસે કુકમા, મૂળ પૂણે-મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું
હતું. અંગઝડતીમાં 10.50 ગ્રામ
માદક પદાર્થ મેફેડ્રોન જેની કિં.રૂા. 31,500 મળી
આવ્યું હતું. પોલીસે એમ.ડી. ડ્રગ્સ અને સાત
લાખની ગાડી તથા બે મોબાઈલ કિં.રૂા. 14,000 રોકડા
રૂા. 1000 એમ કુલ રૂા.
7,46,500ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે
ઝડપીને એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.