• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

મોટા અંગિયામાં પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

ભુજ, તા. 13 : આજે સાંજે નખત્રાણાના મોટા અંગિયામાં પત્તા વડે જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. નખત્રાણા પોલીસે આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં મળેલી બાતમીના આધારે મોટા અંગિયામાં ઈસ્માઈલ ફકીરમામદ બકાલીના રહેણાક મકાનની પાછળ ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા ઈસ્માઈલ ઉપરાંત અદ્રેમાન ભચુ બકાલી, સોયબ અદ્રેમાન બકાલી, ભૂપેન્દ્રનાથ રામનાથ નાથબાવા અને મંગલ ખેતા સીજુ (રહે. તમામ મોટા અંગિયા)ને રોકડા રૂા. 4500ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd