ભુજ, તા. 9 : કચ્છના પૂર્વ પોલીસવડા કુલદીપ
શર્માને સાંકળતા માર મારવાના 41 વર્ષ જૂના
કેસમાં જુદી-જુદી સુનાવણીના અંતે આવતીકાલે 10-2ના ચુકાદો આવવાની સંભાવના છે. અબડાસાના રાજકીય અને મુસ્લિમ અગ્રણી
હાજી ઈબ્રાહીમ મંધરા (ઈભલા શેઠ) અને તત્કાલીન ધારાસભ્ય ખરાશંકર જોશી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોવિંદજી જોશી સહિતના નલિયામાં નોંધાયલા
ગુનામાં હેરાનગતિ કરાતી હોવાની રજૂઆત કરવા પોલીસવડાને મળવા ગયા હતા, ત્યારે કુલદીપ શર્માએ ઈભલા શેઠને અપશબ્દો કહેવા સાથે માર માર્યો હતો. આ બાબતે
1984માં ફરિયાદ નોંધાયા સમયાંતરે
સુનાવણી હાથ ધરાયા બાદ ગત તા. 28-1ના ચીફ કોર્ટે
આખરી સુનાવણી હાથ ધરી હતી. આમ, આ લાંબા
વિલંબ બાદ 41 વર્ષે આ કેસમાં
10-2ના ચુકાદો આવવાની સંભાવના છે.