• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

મોડવદર પાસે હિટ એન્ડ રનના બનાવમાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના  મોડવદરમાં  ભારે વાહન હડફેટે રાહદારી યુવાન રમેશ બાબુભાઈ હુંબલનું ગંભીર ઈજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું, તો કિડાણામાં પડી  ગયેલી કુમળી વયની બાળકી  દિયાંશી  પ્રવીણ પરમાર (ઉ. 10 માસ)નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.  પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  મોડવદર ગણેશ મંદિર પાસે અકસ્માતનો બનાવ  ગત તા. 23ના બપોરના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન કાર પાર્ક  કરીને  માર્ગ પસાર કરી  રહ્યા હતા, આ અરસામાં જીજે-39-ટી-8468 નંબરના ડમ્પરના ચાલકે યુવાનને હડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓથી યુવાને ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આરોપી અકસ્માત સર્જી નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિડાણાની શ્રીરામ સોસાયટીમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 14ના બન્યો હતો. હતભાગી બાળકી રમતાં-રમતાં સીડી ઉપરથી પડી ગઈ હતી. તેણીને આદિપુર બાદ  રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતીપરંતુ  સારવાર કારગત ન નીવડતાં તેણીએ દમ  તોડી દીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd