ભુજ, તા. 8 : તાલુકાના મમુઆરામાં બાવળોની ઝાડીમાં ધાણીપાસા વડે
જુગાર રમતા છ ખેલીને રોકડા રૂા. 1,33,700 સહિત કુલે રૂા. 2,44,200 સાથે પદ્ધર પોલીસે
ઝડપી લીધા હતા, જ્યારે એક આરોપી નાસી છૂટયો હતો. મમુઆરા ગામની ઉગમણી બાજુ ટ્વેન્ટી
માઇક્રોન લિ. કંપનીની બાજુમાં આવેલા તળાવના છેલામાં બાવળોની ઝાડીમાં આજે સાંજે ધાણીપાસા
વડે જુગાર રમતા ભૂપતભાઇ જેશાભાઇ જાટિયા (આહીર), મહેશ ભીમજી જાટિયા (આહીર) (રહે. બંને
મમુઆરા) અને રમેશ ગોપાલ ગાંગલ (આહીર) (ઝીંકડી), ઉમર ઇસ્માઇલ મણકા (નાડાપા), નરશી ભીમા
ગાંગલ (આહીર) (અટલનગર) અને દિલીપ ભચુ જાટિયા (આહીર) (નાગોર)ને પદ્ધર પોલીસે ઝડપી લીધા
હતા, જ્યારે હરેશ કાનજી જાટિયા (મમુઆરા) નાસી છૂટયો હતો. આ દરોડામાં પદ્ધર પોલીસે રોકડ?રૂા.
1,33,700, છ મોબાઇલ કિં. રૂા. 25,500 તથા ચાર મોટરસાઇકલ કિં. રૂા. 85,000 એમ કુલે રૂા.
2,44,200નો મુદ્દામાલ જપ્ત કરી સાતે જુગારી
વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.