• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ઘાણીથર સીમમાં જુગાર રમતા છ પકડાયા, છ પલાયન

ગાંધીધામ, તા. 30 : રાપર તાલુકાના ઘાણીથર ગામની સીમમાં મેલડી માતાજીનાં મંદિરની બાજુમાં જુગાર રમતા છ શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે છ પલાયન થઈ ગયા હતા. ગાગોદર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ શુક્રવારે સાંજના અરસામાં પોલીસે દરોડો પાડયો હતો, ત્યારબાદ આરોપી પપ્પુ કરશન ભરવાડ, હનીફ ઉસ્માન મનસૂરી, પપ્પુ નવગણ ભરવાડ, લખા ખેતા ભરવાડ, રમેશ હઠા ભરવાડ અને મિલન દેવાભાઇ ભરવાડની અટક કરી લીધી હતી, જ્યારે લાલજી નાગજી ભરવાડ, લાલા દેવા ભરવાડ, રમેશ કડવા ભરવાડ, જિતેન્દ્ર ભાણજી લુહાર, કાના ખેતા ભરવાડ અને ડાયા નાજા ભરવાડ પલાયન થઈ ગયા હતા. પકડાયેલા ઇસમો પાસેથી રોકડ 15,120 તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,12,120નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang