ગાંધીધામ, તા. 29 : શહેરના ક્રોમા શોરૂમ નજીકથી પોલીસે એક શખ્સને
ઓનલાઇન સટ્ટો રમતા પકડી પાડયો હતો. આદિપુરના પાંજોઘર ડીસી-પાંચ વિસ્તારમાં રહેનાર રોમિલ
નીલેશકુમાર શાહ નામનો ગઇકાલે રાત્રે શહેરના ક્રોમાના શોરૂમ સામે ઊભો હતો. આ શખ્સ મોબાઇલમાં
હાર-જીતનો જુગાર રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડયો હતો. પરીમેચ
નામની એપ્લીકેશનમાં લાઇટીંગ રોઉલેટ નામની ગઇમમાં જુગાર રમનાર આ શખ્સની અટકી કરી પોલીસે
તેની પાસેથી મોબાઇલ જપ્ત કર્યો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.