પાટણ, તા. 22 : આત્મા
યોજના અંતર્ગત પાટણ જિલ્લાના નવ તાલુકાના મહિલા ખેડૂત લાભાર્થીઓની જિલ્લા બહારની તાલીમ
કચ્છ ભુજ ખાતે તારીખ 15/12થી
19/12 સુધીનું આયોજન કરાયું હતું. જેમાં
પ્રથમ દિવસે રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા ખાતે મહિલાઓ આજીવિકા કેવી રીતે મેળવી શકે, આત્મનિર્ભર બની શકે એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તેમજ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી
વિવિધ પ્રકારની વસ્તુઓ જેવીકે, ઘડિયાળ, મોબાઇલ રેડીએશન ચિપ, એક ગાયના પોદરામાંથી એક હજાર મોબાઈલ
રેડીએશન ચિપ બને જેની કિંમત એક ચિપની 20 રૂપિયાની
થાય તો એક ગાયના ગોબરના પોદરામાંથી વીસ હજાર આવક મેળવી શકાય. જ્યારે સ્વદેશી મોલની
મુલાકાત કરેલ, ખારેક સંશોધન કેન્દ્ર, મુન્દ્રા ખાતે
મહિલાઓને ખારેક પાક વિશે માહિતી આપવામાં આવી તેમજ ખારેક નું મૂલ્ય વર્ધન કરવું લાંબા
સમય સુધી સંગ્રહ કરી રાખવો ખારેકનો મુખવાસ જ્યુસ બનાવતા શીખવાડેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુન્દ્રા ખાતે પ્રાકૃતિક ખેતી
વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. ગાય આધારિત ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન વિસ્તૃતમાં
આપવામાં આવી હતી. બાગાયતી પાકો માં ખારેક, ડ્રેગનફ્રૂટ,
શાકભાજી, દાડમ વિગેરેના વાવેતર વિશે સમજણ આપી,
ખાસ તો મહિલા ખેડૂતો આત્મનિર્ભર બની શકે તે માટે સ્વદેશી અપનાવી અને
ખેતપેદાશોનું મૂલ્ય વર્ધન કરીને આજીવિકા મેળવી શકે તે માટે વધુ ભાર મૂકવામાં આવ્યો
હતો.