ભુજ, તા. 22 : તાજેતરમાં
રાજપૂત યુવક મંડળ ભુજ દ્વારા કચ્છ યુનિવર્સિટીની
સામે આવેલા પેડલ એન્ડ પિચ ગ્રાઉન્ડમાં બે દિવસીય
રાજપૂત બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-4નું
આયોજન કરાયું હતું જેમાં 11 ટીમે
ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં જય અંબે ટીમે શિવ શક્તિ ટીમને સાત વિકેટ
હરાવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામ કર્યો હતો, ટૂર્નામેન્ટમાં
મેન ઓફ ધ સિરીઝ શિવ શક્તિ ટીમના રાહુલ રામાણી, સૌથી વધુ છગ્ગા
લગાવનાર અને બેસ્ટ બેસ્ટમેન રાજપૂત ટાઇટન્સ ટીમના જસરાજ સોલંકી, બેસ્ટ બોલર જયઅંબે ટીમના પ્રિયાંશુ સોલંકી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચોગ્ગા લગાવનાર ખેલાડી દ્વારકાધીશ ટીમના યુવરાજ સિંધલ રહ્યા
હતા. સીતારામ સ્ટ્રાઈકર્સ ટૂર્નામેન્ટની ફેરપ્લે
ટીમનો ખિતાબ જીત્યો હતો. ટૂર્નામેન્ટમાં અમ્પાયર તરીકે વિરાટ સોલંકી,
વિવેક રાઠોડ, ધ્રુમિલ આમર, વિજય ચૌહાણ, નિશાંત પરમાર તથા સ્કોરર તરીકે ભુજ રાજપૂત
સમાજના કારોબારી સભ્ય હિતેશભાઈ ડુડિયાએ સેવા આપી હતી. ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન,
રનર-અપ અને મેન ઓફ ધ સિરીઝ ટ્રોફીના સ્પોન્સર સમાજના અગ્રણી નવીનભાઈ
માવજીભાઈ મેર, શ્રેષ્ઠ બેટ્સમેન અને શ્રેષ્ઠ બોલર ટ્રોફી,
સૌથી વધુ ચોગ્ગા અને સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટ્રોફીના સ્પોન્સર ભૌમિકાસિંહ
સોલંકી, ફેરપ્લે ટ્રોફીના સ્પોન્સર રાજપૂત સમાજ ભુજના મંત્રી
અમિતભાઈ રાઠોડ તેમજ અન્ય દાતા તરીકે ભુજ રાજપૂત સમાજના સહમંત્રી હરેશભાઈ આમર રહ્યા
હતા. ટૂર્નામેન્ટ દરમિયાન ભુજ રાજપૂત સમાજના કારબારી સભ્યો સચિનાસિંહ ગોહિલ,
દિનેશ રાઠોડ, ભરત પરમાર, નાનજીભા ધલ, ભરતાસિંહ સોલંકી, રાજપૂત
યુવક મંડળના ઉપપ્રમુખ જયાસિંહ ચૌહાણ, જયાસિંહ પરમાર, સંગઠન મંત્રી દિપેશ રાઠોડ, ખજાનચી મૌલિકાસિંહ સોલંકી
અને સહ ખજાનચી અનિલાસિંહ ભાટી, યુવક મંડળના કારોબારી સભ્યો મયુર
ઝાલા, કશ્યપ રાઠોડ, ચિરાગ રાઠોડ,
આરસીએલ ક્રિકેટ ગ્રુપના સભ્યો, પાર્થ રાઠોડ,
મનીષ ચૌહાણ, બાદલ સોલંકી, હિતેશ ચૌહાણ, મોહિત સોલંકી, ચિરાગ
ચાવડા, ભાવિક પરમાર, રાજભા પરમાર,
મનન મકવાણા, પરબત પરમાર, ગૌતમ સોલંકી, કિશન ડુડિયા, નીલેશ
રાઠોડ, યશરાજ ઝાલા, પાર્થરાજ રાઠોડ તથા
બહોળી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા ર્હા. ટૂર્નામેન્ટને
સફળ બનાવા રાજપૂત યુવક મંડળ-ભુજના પ્રમુખ હિરેનભાઈ રાઠોડ અને મંત્રી ચિંતનભાઈ ગોહિલની
આગેવાનીમાં રાજપૂત યુવક મંડળના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન
રાજપૂત યુવક મંડળના ઉપપ્રમુખ જયાસિંહ ચૌહાણ, ખજાનચી મૌલિકાસિંહ
સોલંકી અને સહમંત્રી પૂજનકુમાર રાઠોડે કર્યું હતું.