• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

નાના કપાયામાં પ્રતિબંધિત ગોગો કોન મળતા કાર્યવાહી

ભુજ, તા. 22 : મુંદરાના નાન કપાયામાં જનરલ સ્ટોરમાંથી પ્રતિબંધિત ગોગો કોન અને રોલિંગ પેપરનો મુદ્માલ મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મુંદરા પોલીસને મળેલી બાતમીના આધારે નાના કપાયાના છકડા સ્ટેશન પાસે આવેલા પુરન જનરલ સ્ટોર્સમાંથી તેના સંચાલક પુરનસિંઘ ફત્તેહસિંઘ (રહે. મૂળ ઉત્તર પ્રદેશ હાલે નાના કપાયા)ને તેના સ્ટોરમાં વેચાણ અર્થે રાખેલા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન નંગ-92, તથા આઠ સ્મોકિંગ સેલીંગ પેપર સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

Panchang

dd