ઇસ્લામાબાદ,
તા. 22 : આતંકવાદને
પોષવાનું પાપ કરતાં પાકિસ્તાને તેની છીછરી માનસિકતા મુજબ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
હતું. પાક સેના પ્રમુખ આસિમ મુનીરે કહ્યું હતું કે, મેમાં ભારત સાથે
સંઘર્ષ વખતે અલ્લાહની મદદ મળી હતી. અમે અલ્લાહની મદદને અનુભવી એ જ કારણે સ્થિતિ વધારે
બગડતાં બચી ગઇ, તેવું મુનીરે કહ્યું હતું. ભારતે મે મહિનામાં
11 પાકિસ્તાની એરબેઝ તબાહ કર્યા હતા.
પોતાનાં ભાષણમાં પાક સેના વડાએ પાકિસ્તાનની તુલના 1400 વર્ષ
પહેલાં મોહમ્મદ પયગંબર દ્વારા સ્થાપિત ઇસ્લામી રાજ્ય સાથે કરી હતી. `ઓપરેશન સિંદૂર'માં પોતાના દેશમાં
સર્જાયેલી તબાહીથી મુનીરનું પેટ દુ:ખ્યું છે અને પોતાના દેશની નિષ્ફળતા છુપાવવાનો નિષ્ફળ
પ્રયાસ કરતાં ભારત સામે ઝેર ઓકયું હતું. ઇસ્લામી દુનિયામાં પાકિસ્તાનને ખાસ દરજજો મળ્યો
છે, તેવો પોકળ દાવો મુનીરે કરી નાખ્યો હતો. પાક સેના વડાએ આરોપ
મૂકયો હતો કે, પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરનારા ટીટીપી આતંકીઓમાં
70 ટકા જેટલા અફઘાનિસ્તાનના છે.