• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

એર ઈન્ડિયાનાં વિમાનનું એક એન્જિન હવામાં જ બંધ થઇ ગયું !

નવી દિલ્હી, તા. 22 : દિલ્હીથી મુંબઇ જઇ રહેલી એર ઈન્ડિયાની ઉડાનને 40 મિનિટમાં જ તાકીદનું ઊતરાણ કરવું પડયું હતું. ઉડાન ભર્યા બાદ વિમાનનું એક એન્જિન હવામાં બંધ થઇ ગયું હતું. બીજાં એન્જિનની મદદથી દિલ્હી એરપોર્ટ પરત ફરીને વિમાનનું તાકીદે ઊતરાણ કરાવાયું. સવારે છ અને 10 મિનિટે ઉડાન ભર્યા પછી છ અને બાવન મિનિટે પાછું ફર્યું હતું. આ વિમાનમાં લગભગ 335 યાત્રી  સવાર હતા. તમામ યાત્રીને બીજાં વિમાનથી મોકલવાની વ્યવસ્થા કરાઇ હતી. દરમ્યાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાની ઉડાનની ઘટના પર પગલાં લીધાં હતાં, જેમાં ઉડાન ભર્યા પછી તરત યાંત્રિક ખામી આવી ગઇ હતી. ડીજીસીએને તપાસનો નિર્દેશ અપાયો હતો.

Panchang

dd