• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

લોરિયામાં જાહેરમાં બખેડો કરી સુલેહ શાંતિનો ભંગ કરનારા આઠ સામે ગુનો દાખલ

ભુજ, તા. 22 : બે દિવસ પૂર્વે લોરિયાના બસ સ્ટેશન પાસે જાહેરમાં બખેડો, મારામારી કરી સુલેહ શાંતિના ભંગ બદલ બન્ને પક્ષોના સુમરાસર શેખના આઠ શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. આ અંગે ગઇકાલે માધાપર પોલીસ ફરિયાદી બની નોંધેલી ફરિયાદ મુજબ 20મીના એમ.એલ.સી. દાખલ થતાં પોલીસ ફરિયાદ લેવા ગઇ હતી, જેમાં અલી અલાના શેખ, ઇરફાન ઇબ્રાહીમ શેખ, અઝરુદ્દીન મામદ હુશેન શેખ (રહે. તમામ સુમરાસર શેખવાળા) પૈકી ઇરફાનનું પોલીસે નિવેદન લેતાં જણાવ્યું કે, ત્રણે વાડીએ મજૂરી કામ કરી ઘરે જતા હતા ત્યારે ગામના જ સોહેબ સુલેમાન સમેજા, આમીન સુલેમાન સમેજા, ઇજાજ અધલ સમેજા, રિઝવાન સુલેમાન સમેજા અને અકબર ઓસમાણ બાયડ આવી લોરિયાના બસ સ્ટેશન પાસે ઝઘડો કરી મારામારી કરી હતી. આ બાદ પોલીસે બન્ને પક્ષોને ફરિયાદ કરાવાનું જણાવતાં પોતે એક સમાજના હોઇ આગેવાનો દ્વારા સમાધાન થઇ ગયાનું જણાવ્યું હતું. માધાપર પોલીસે ઉપરોક્ત આઠે આરોપીને જાહેરમાં બખેડો કરી સુલેહ શાંતિના ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

Panchang

dd