• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

ભારતીય મહિલા ટીમનું ફિલ્ડીંગ પર ધ્યાન

વિશાખાપટ્ટનમ તા. 22 : પહેલા મેચની સંગીન જીતથી ઉત્સાહિત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મંગળવારે અહીં રમાનાર બીજી ટી-20 મેચમાં ફિલ્ડીંગમાં સુધારો કરીને વિજય અભિયાન આગળ ધપાવવા મેદાનમાં ઉતરશે. હરમનપ્રિત કૌરની ટીમે વર્લ્ડ ચેમ્પિયન થયા પછીના મેચમાં બેટિંગ-બોલિંગમાં શાનદાર દેખાવ કરીને શ્રીલંકા વિરૂધ્ધ 8 વિકેટે સરળ જીત મેળવી હતી. જેનો ફિલ્ડીંગમાં અપેક્ષાકૃત દેખાવ રહ્યો ન હતો. જેના પર કપ્તાન હરમનપ્રિત કૌરે કહ્યું આ ક્ષેત્રમાં સુધાર માટે અમે સતત કામ કરી રહ્યા છીએ. ખબર નહીં, અમે વારંવાર કેચ છોડી રહ્યા છીએ. કોઇ બહાનું નથી. અમે ફિલ્ડીંગ પર ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. હવેના મેચમાં વધુ સારી રણનીતિ સાથે ઉતરશું.  કાગળ પર ભારતીય મહિલા ટીમ મજબૂત છે. જેમિમા રોડ્રિગ્સ સારા ફોર્મ છે. વર્ષની આખરમાં ભારતને તેની સ્ટાર બેટર સ્મૃતિ પાસેથી વધુ એક સારી ઇનિંગની આશા રહેશે. 20 વર્ષીય સ્પિનર વૈષ્ણાવી શર્માને ડેબ્યૂ મેચમાં વિકેટ મળી ન હતી, પણ તેનો દેખાવ પ્રભાવશાળી રહ્યો હતો. જે ટીમ માટે સારી નિશાની છે. બીજી તરફ ચમારી અટાપટુના કપ્તાન પદ હેઠળની લંકન મહિલા ટીમ પહેલા મેચની હાર ભુલી વાપસી કરવા માગશે. મેચ મંગળવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

Panchang

dd