• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં મહિલા સંચાલિત જુગારના અડ્ડાનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 22 : શહેરના ભારતનગરમાં આવેલી એક સોસાયટીના મકાનમાં ચાલતા જુગારના અડ્ડાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ મકાનમાંથી આઠ મહિલા સહિત 9ની ધરપકડ કરી રોકડ રૂા. 43,550 જપ્ત કરવામાં આવ્યા હતા. શહેરના ભારતનગરની સાધુ વાસવાણી સોસાયટી મકાન નંબર 317માં પોલીસે ગઇકાલે સમી સાંજે છાપો માર્યો હતો. આ મકાનમાં રહેનાર રાધીબેન સિંધી બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી. મકાનના ઉપરના માળે જુગાર ચાલી રહ્યો હતો ત્યારે અચાનક આવેલી પોલીસે રાધિકાબેન ઉર્ફે રાધીબેન પ્રદીપ સિંધી (ભાનુશાલી), રેખાબેન ઘેવરચંદ મોર્ય, મીનાબેન જગદીશ ગજરિયા, ચંદ્રિકાબેન પરસોત્તમ ભાનુશાલી, શારદાબેન ઘેવરચંદ મોર્ય, નંદાબેન દિલીપ પડિયા, ગૌતમ રમેશ પડિયા, રેખાબેન રાજેશ સથવારા, મતરાબેન ઘેવરચંદ મોર્ય નામના ખેલીઓને પકડી પાડયા હતા. ગંજીપાના વડે જુગાર રમનાર આ લોકો પાસેથી રોકડ રૂા. 43,550 તથા સાત મોબાઇલ એમ કુલ્લ રૂા. 78,550નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાંજનો સમય હોવાથી મહિલાઓને નોટિસ આપીને એ-ડિવિઝન પોલીસ મથકે હાજર રહેવા એલ.સી.બી.એ જણાવ્યું હતું.

Panchang

dd