ગાંધીધામ, તા. 22 : શહેરના
મચ્છુનગર પુલિયા નીચે સર્વિસ રોડ પરથી એક કારમાંથી પોલીસે રૂા. 10,560ના વિદેશી બિયર સાથે શખ્સને પકડી પાડયો હતો, પરંતુ આ વિદેશી બિયર ક્યાંથી આવ્યો તે પોલીસ ઓકાવી શકી નહોતી. મચ્છુનગર પુલિયા
નીચે સર્વિસ રોડ ઉપર ગઇકાલે રાત્રે પોલીસ પૂર્વ બાતમીના આધારે વોચમાં હતી. દરમ્યાન
ઇકો કાર નંબર જી.જે.-12-એફ.એ.-
7305 આવતાં તેને રોકાવી તપાસ કરાઇ હતી, જેમાં લાલ રંગના બિયરના ટીન મળ્યા હતા. કારચાલક દુદારામ ચેલારામ દેવાસી (રહે.
કંડલા હાર્ડવેર કપંનીના રૂમમાં -કાસેઝ)ની અટક કરવામાં આવી હતી. આ કારમાંથી બુહો બિયરના
48 ટીન કિંમત રૂા. 10,560 જપ્ત કરાયા હતા. આ બિયર બેલ્જિયમમાં બનતો હોવાનું બહાર
આવ્યું હતું. આ વિદેશી બિયર દુદારામ પાસે ક્યાંથી આવ્યો હતો તે પોલીસ તપાસ દરમ્યાન
બહાર આવ્યું નથી.