• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

વિદ્યાર્થીઓની હાજરી મુજબ ગ્રાન્ટ

દેશના ભવિષ્યમાં શિક્ષણનું યોગદાન હંમેશાં ચાવીરૂપ રહ્યંy છે. આ ક્ષેત્રને મજબૂત રાખવા સરકારી અને સામાજિક સ્તરે વિવિધ પ્રોત્સાહક પહેલ થતી રહે છે. ગુજરાતમાં સરકાર, સામાજિક સંગઠનો અને ખાનગી ક્ષેત્રો વચ્ચે શિક્ષણના મામલે સતત સંકલન રહ્યંy છે. આ સંદર્ભમાં સરકાર ખાનગી અને સામાજિક સ્તરે ચાલતી શાળાઓને ખાસ ગ્રાન્ટ એટલે કે, આર્થિક અનુદાન આપીને પોતાનો સહયોગ આપે છે, પણ આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ચિંતાજનક સ્તરે ઓછી રહેતી હોવાનું સામે આવતાં રાજ્ય સરકારે તેનાં અનુદાનને વિદ્યાર્થીઓની સંખ્યાની સાથોસાથ હાજરી સાથે સાંકળતો મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ જતા થાય તે માટે રાજ્ય સરકાર સતત પગલાં લેતી રહી છે. શિક્ષણ સત્રના આરંભે પ્રવેશોત્સવથી માંડીને ખાનગી શાળાઓને ખાસ અનુદાન આપવા સુધીનાં પગલાં લેવાતાં રહ્યાં છે. આ માટે ખાનગી શાળઓને તેમના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ રાજ્ય સરકાર આર્થિક સહાયતા આપે છે, પણ આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ભલે પૂરતી હોય, પણ હાજરી બહુ ઓછી રહેતી હોવાનું ચોંકવનારું ચિત્ર સામે આવતું હતું. હવે સરકારે આ ગ્રાન્ટનાં ચૂકવણાંમાં સંખ્યાની સાથે હાજરીને સાંકળતો નવો નિર્ણય લીધો છે. આ ર્નિર્ણય મુજબ ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના ધોરણે ગ્રાન્ટ નક્કી કરાશે, પણ તેનાં વસ્તવિક ચૂકવણાં સમયે તેમની હાજરીને ધ્યાને લેવાશે. રાજ્યના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયત ટકાવારી કરતાં હાજરી ઓછી જણાશે તો ગ્રાન્ટનાં ચૂકવણાંમાં મોટો કાપ મુકાશે. આ કામ 100 ટકા જેટલો પણ હોઈ શકશે એમ આ પરિપત્રમાં જણાવાયું છે. આમ હવે રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં પ્રવેશની સાથોસાથ હાજરી પર પણ ધ્યાન કેન્દ્રિત કરીને વાસ્તવિક શિક્ષણની અનિવાર્યતા છતી કરી છે. એવા પણ કિસ્સા સામે આવતા રહ્યા છે કે, અમુક ખાનગી શાળાઓ ગ્રાન્ટની લાહ્યમાં વિદ્યાર્થીઓની મસમોટી સંખ્યા ચોપડે બતાવતી હોય છે, પણ વાસ્તવામાં વર્ગમાં અભ્યાસ કરવા હાજર રહેનારાની સંખ્યા બહુ ઓછી રહેતી હોય છે. ગ્રાન્ટને હાજરી સાથે સાંકળતો રાજ્ય સરકારનો નિર્ણય ખરા અર્થમાં ખાનગી શિક્ષણ સંસ્થાઓ માટે નમુનારૂપ બની રહેશે. પ્રવેશ વધારવા સતત તત્પર આવી ગ્રાન્ટેડ શાળાઓ હવે વિદ્યાર્થીઓની હાજરી પર પણ ધ્યાન આપવા અને તેને જાળવવા સતત જાગૃત રહેશે. રાજ્ય સરકારનો આ નવો નિર્ણય ખરા અર્થમાં ઉપયોગ બની રહેશે.

Panchang

dd