ભુજ, તા. 22 : પાકિસ્તાની
ગેંગસ્ટર ભટ્ટીની ફેક આઇડી બનાવનાર ભુજના યુવાન આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકીને પોલીસે
ઝડપી પૂછતાછ કરતાં તેના અન્ય કરતૂતોએ સામે આવ્યા હતા, જેમાં તેના ઘરમાંથી ગાંજાનો જથ્થા, નકલી નોટોના બંડલો
તથા ગેરકાયદે રીતે રખાયેલી એક દેશી બંદૂક મળી આવી હતી. આ કેસના ગુનાના આરોપી આફતાબ
ઉર્ફે અલ્તાફને આજે ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિ. આર. એસ. સિંધલની કોર્ટમાં પોલીસે
દસ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતાં તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.
સરકાર તરફે સરકારી વકીલ આર. આર. પ્રજાપતિ હાજર રહ્યા હતા. બીજીતરફ આ બનાવ અંગે પશ્ચિમ
કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ પત્રકારોને વિગતો આપી વધુમાં લોકોને અપીલ કરી
હતી કે, આવી કોઇ પણ ગેરપ્રવૃત્તિ કરતા શંકાસ્પદ શખ્સ જણાય તો
પોલીસે જાણ કરશો.