વિશાખાપટ્ટનમ,
તા. 22 : ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા
વિરુદ્ધના પ્રથમ ટી-20 મેચમાં વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. સ્મૃતિ મંધાના
ટી-20 ફોર્મેટમાં 4000 રન પૂરા કરનારી ભારતની પહેલી અને દુનિયાની બીજી બેટધર
બની છે. સ્મૃતિથી આગળ હવે ફક્ત ન્યુઝીલેન્ડની
સૂજી બેટસ છે. તેણી 4716 રન
સાથે આ સૂચિમાં ટોચ પર છે. સ્મૃતિએ 4000 રન
પૂરા કરવા માટે 3227 દડાનો સમાનો
કર્યો હતો જ્યારે સૂજી બેટસે 4000 રનના
આંકડે પહોંચવા માટે 367પ
દડાનો સામનો કર્યો હતો. શ્રીલંકા સામેના મેચમાં સ્મૃતિએ 2પ દડામાં 2પ
રન કર્યાં હતા. સૂજી બેટસના ખાતામાં હાલ 177 મેચની 174 ઇનિંગ્સમાં
4716 રન છે. જેમાં 1 સદી અને 28 અર્ધસદી
છે જ્યારે સ્મૃતિ મંધાનાના ખાતામાં 1પ4 મેચની 148 ઇનિંગ્સમાં
4007 રન છે. જેમાં 1 સદી અને 31 અર્ધસદી
છે. સ્મૃતિની સ્ટ્રાઇક રેટ 123.78 અને
સૂજીની 108.પ8 છે. આ સૂચિમાં ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌર 183 મેચની 163 ઇનિંગ્સમાં
3669 રન સાથે ત્રીજા સ્થાને છે.