• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

બાળકીના અપહરણ સાથે દુષ્કર્મ : કિસ્સો વાગડ વિસ્તારનો

ગાંધીધામ, તા. 19 : ભચાઉ તાલુકાના એક ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બાદમાં એક શખ્સે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. વાગડના ભચાઉ તાલુકાના એક ગામની સીમમાં ગત તા. 17/4ના બનાવ બન્યો હતો. સીમમાં રહેતી એક બાળકી પાસે કમલેશ દયાલ કોળી અને અન્ય એક અજાણ્યો શખ્સ આવ્યા હતા અને શખ્સોએ બાળકીને લલચાવી - ફોસલાવીને બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા. બાદમાં કમલેશ કોળીએ લગ્નની લાલચ આપી ભોગ બનનાર બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. લાકડિયા પોલીસે બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી તેમને પકડી પાડવા આગળની તપાસ પી.આઈ. આર. આર. વસાવાએ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang