• બુધવાર, 22 મે, 2024

ધબડામાં ખેતર મુદ્દે ત્રણ શખ્સે વૃદ્ધને માર માર્યો

ગાંધીધામ, તા. 19 : રાપર તાલુકાના ધબડામાં ખેતર બાબતે ત્રણ શખ્સે વૃદ્ધ ઉપર હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બીજીબાજુ અંજાર નજીક કંપનીના મેનેજરની કારમાં તોડફોડ કરી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આદિપુરમાં રહેનાર ફરિયાદી વશરામ ભવાન માલી ગત તા. 17/4ના પોતાના વતન રાપરના ધબડા ગામે ગયા હતા જ્યાં પોતાનાં ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે આરોપી પ્રકાશ ભીખા કોળી, જયસુખ નારાણ કોળી અને દશરથ ગોવા રબારી ત્યાં આવ્યા હતા, પરંતુ કંઇ કહ્યા વગર ચાલ્યા ગયા હતા અને બાદમાં લાકડી, છરી, ધારિયું લઇને આવ્યા હતા અને ખેતર બાબતે બોલાચાલી કરી વૃદ્ધ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બીજીબાજુ અંજાર નજીક સતાપર રોડ માધવ વિલા સોસાયટીમાં બનાવ બન્યો હતો. મનાક્ષિયા કોટેડ?મેટલ-ચાંદ્રાણી કંપનીના સહાયક જનરલ મેનેજર એવા ફરિયાદી કુમાર અજય શ્રીરામાધાર પ્રસાદ સોસાયટીમાં કંપનીની ઓફિસ પાસે કાર મૂકવા ગયા હતા ત્યારે આરોપી પિનાકીન જોશી ત્યાં આવી તમારી કંપનીએ નોકરીમાંથી છૂટો કર્યો છે, ઉપરથી અહીં ગાડી કેમ રાખે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ફરિયાદી જતા રહેતાં રાત્રિના ભાગે શખ્સે કારના કાચ તોડી નાખ્યા હતા જે અંગે ફરિયાદીને જાણ થતાં તે ત્યાં જતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang