• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : પ્રેમજી સુમાર આમના (ઉ.વ. 44) તે જોતીબેનના પતિ, સ્વ. વાલજી સુમાર, મગન સુમારના નાના ભાઇ, ખુશ્બુ, સીમાન, અંકિતા, ભાવિકના પિતા, કિશન, મનીષ, અનિલ, દિનેશના કાકા, ખીમીબેન અને રાણીબેનના દિયર, રમીલાબેન દિનેશ, જવેરબેન મનીષના સસરા, રોહિત, દિનેશ, રાજર્ષી, દિનેશ, ખેમના દાદા, કલ્પેશ ખેમાના જમાઇ તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

ભુજ : મહેતા નેમચંદ કપુરચંદ (ઉ.વ. 87) (એડવોકેટ) તે ગં.સ્વ. રમાબેનના પતિ, સ્વ. મંછાબેન કપુરચંદના પુત્ર, સ્વ. જેવતભાઈ કરશનજી સંઘવીના જમાઈ, વિપુલ-અતુલ (એડવોકેટ), સ્મિતા તથા સ્વાતિના પિતા, સ્વ. પ્રેમુબેન નાનાલાલ કુબડિયા (મુંબઈ), વેલજીભાઈ આકાશવાણી , સ્વ. પુષ્પાબેન લહેરચંદ પારેખ (ભુજ), સ્વ. જયંતીભાઈ, રસિકભાઈ (એડવોકેટ), નિર્મળાબેન લલીતભાઈ મહેતાના ભાઈ, નિયતિ, ચેતના, સંજય તથા કેતનના સસરા, દેવમ તથા નીરવીના દાદા, હાર્દિ, અંજલિ, રાજવી તથા રિયાના નાના તા. 9/11/2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11/11/2023ના સાંજે 4થી 5 કલાકે ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા મધ્યે. 

માંડવી : બકાલી ભચુ ઓસમાણ (વાડીવાળા) (ઉ.વ. 83) તે હારુન (ફૂલવાળા-ભુજ), અબ્દુલસતાર (ધફલો)ના પિતા, આમદ સાલેમામદ (ફૂલવાળા), આમદ ઇસ્માઇલ (હોટલવાળા)ના સસરા તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-11-2023ના રવિવારે સવારે 10થી 11 ધોબી જમાતખાના ખાતે.

માંડવી : મોટા સલાયાના હાજિયાણી ખતુબાઇ હાજી ઇબ્રાહીમ રૂમી (ઉ.વ.આ. 84) તે મ. હાજી ઇબ્રાહીમ રૂમીના પત્ની, મ. હાજી કાસમ તથા હાજી આમદ રૂમીના ભાભી, મ. હસણ તથા મ. વલીમામદના માતા, સિકંદર તથા આદિલના દાદી તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-11-2023ના રવિવારે રાત્રે ઇશા નમાજ બાદ હૈદરી મસ્જિદ, મચ્છીપીઠ, મોટા સલાયા ખાતે. 

માધાપર (તા. ભુજ) : ભચાઉના હમીપરા (પ્રજાપતિ) ભગવાનલાલ નથુભાઇ મિત્રી (ઉ.વ. 75) તે સ્વ. ધનીબેન નથુભાઇ દામજીના પુત્ર, હેમલતાબેનના પતિ, નીલમ (તૃપ્તિ) (પાનધ્રો), વર્ષા (બેના) (ઓસ્ટ્રેલિયા)ના પિતા, ગિરીશ રમેશ પરમાર, સુરેશ કાનજી પટેલ (ઓસ્ટ્રેલિયા)ના સસરા, હરિભાઇ, રમેશભાઇ, મોહનભાઇ (ભચાઉ), શાંતિલાલ, શિવલાલ (માધાપર), સ્વ. ગૌરીબેન (અંજાર), ગં.સ્વ. લીલી (ભચાઉ), મંજુલાબેન (લલિયાણા)ના ભાઇ, સ્વ. લક્ષ્મીબેન વેલજી મેઘજી નાથાણી (મૂળ અંજાર હાલે પનવેલ-મુંબઇ)ના જમાઇ, શાંતિલાલ, અનિલ, સ્વ. સવિતાબેન, ગં.સ્વ. કાંતાબેન, પાર્વતીબેન, ઉર્મિલાબેનના બનેવી, ભક્તિ, બંસરી, દેવ, ઓમના નાના તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂના બસ સ્ટેન્ડ સામે, માધાપર-જૂનાવાસ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

કોડકી (તા. ભુજ) : ચાવડા રાહુલ (ઉ.વ. 31) તે જમનાબેન જખુભાઇના પુત્ર, નિશાબેનના પતિ, રુદ્રકુમારના પિતા, અનિલ, પૂજા, જયેશ, સુનીલ, નેહા, જિગર, પ્રિયા, જીત, સુષ્મિતા, મનીષા, જિયા, પ્રિન્સી, ધ્રુવી, સાહિલ, બંસી, રિદ્ધિના ભાઇ, કાન્તિભાઇ, વસંતભાઇ, અમૃત, જસવંતભાઇ, પૂનમભાઇના ભત્રીજા, મંજુલાબેન (ધાવડા), શાન્તાબેન (ગઢશીશા), ભચીબેન (નખત્રાણા), ગંગાબેન (વિથોણ), જમનાબેન (માનકૂવા)ના ભત્રીજા, આંઠુ બાબુલાલ પચાણભાઇ (ગઢશીશા)ના જમાઇ, મોહનભાઇ, ડાયાભાઇના ભાણેજ તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-11- 2023ના રાત્રે સત્સંગ અને તા. 16-11-2023ના સવારે 10 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન કોડકી (ખાસરાવાસ) ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ગામ બાવળિયારી (ભાલ) ગં.સ્વ. કમળાબા જીલુભા ચૂડાસમા (ઉ.વ. 96) તે મોહજીતાસિંહ ચૂડાસમા (નિવૃત્ત પોલીસ ઈન્સ.), મહાવીરાસિંહ ચૂડાસમાના માતા, દિલાહરબા મોહજીતાસિંહ ચૂડાસમા, સ્વ. રસિકબા મહાવીરાસિંહ ચૂડાસમાના સાસુ, હસ્તદીપાસિંહ મોહજીતાસિંહ ચૂડાસમા, જયપાલાસિંહ મહાવીરાસિંહ ચૂડાસમા, ધર્મદીપાસિંહ મહાવીરાસિંહ ચૂડાસમા, સ્વ. કુલદીપાસિંહ મોહજીતાસિંહ ચૂડાસમાના દાદી, ધાત્રીબા, કાવ્યાબા, જીતિક્ષાબા, વિશ્વરાજાસિંહ,  રાજવીરાસિંહ,  વિશ્વજીતાસિંહ, વિદીપરાજાસિંહના વડદાદી તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-11-2023ના ગુરુવારે સવારે 9થી 11 પ્લોટ નં. 88, હિલવ્યૂ રેસિડેન્સી, માધાપર નિવાસે.

માનકૂવા (તા. ભુજ) : આશિષ અરવિંદ કોલી (ઉ.વ. 16) તે કોલી મંજુલાબેન અરવિંદના પુત્ર, દિલીપ, રમીલાબેન, ભારતીબેનના ભાઇ, આરબભાઇ, આમદભાઇ, મામદભાઇ, જેન્તીભાઇ, કેશરબેન, સ્વ. લક્ષ્મીબેન, હનુબેનના ભત્રીજા તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-11-2023ના મંગળવારે રાત્રે, પાણી તા. 15-11-2023ના બુધવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન કોલીવાસ, માનકૂવા ખાતે.

ચંદિઆ (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ગં.સ્વ. હંસાબેન કિશોરભાઇ ચાવડા (ઉ.વ. 46) તે સ્વ. કિશોરભાઇ વેલજીભાઇ ચાવડાના પત્ની, મિત, ચૌહાણ બિંદિયાબેન દીપેશભાઇના માતા, જીવરામભાઇ, રમેશભાઇના નાના ભાઇના પત્ની, જયાબેન (અંજાર), સુલોચના (માધાપર), જાગૃતિ (અંજાર), જયશ્રીબેન (કુકમા), સ્વ. ઘનશ્યામભાઇના ભાભી, સ્વ. વિજયાબેન દયારામભાઇ યાદવ (ઉદવાડા)ના પુત્રી, કનુભાઇ, જયશ્રીબેન, સ્વ. જિતેન્દ્રભાઇના બહેન, સુમિતાબેન, આશાબેનના દેરાણી, ગં.સ્વ. અરૂણાબેનના જેઠાણી તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર જીવરામભાઇ વેલજીભાઇ ચાવડા ચંદિઆના નિવાસસ્થાને.

સિનુગ્રા (તા. અંજાર) : મૂરજીભાઇ વિરમભાઇ વિસરિયા (ઉ.વ. 56) તે કેશરબાઇના પતિ, હીરાલાલ, મહેશભાઇ, સ્વ. સચિનભાઇ, ગંગાબેન કેશવજી ફફલ (બારોઇ)ના પિતા, ઉગાભાઇ, કાનજીભાઇ, અરજણભાઇ (કે.પી.ટી.-ગાંધીધામ), ડાહ્યાલાલ, લક્ષ્મીબેન નામોરીભાઇ સિજુ (હાજાપર), ડાઇબેન દેવજીભાઇ ધેડા (સિનુગ્રા)ના ભાઇ, કરશનભાઇ, બાબુભાઇ, ખેરાજભાઇ, બલરામભાઇના કાકા, તનિષ્ક, પ્રાચી, અર્ચના, બંસી, સલોની, માયરાના દાદા તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન ખરાવાડ, સિનુગ્રા ખાતે.

ગંગાપર (તા. માંડવી) : રતનશીભાઇ રાજાભાઇ ઠાકરાણી (ઉ.વ. 85) તે સ્વ. કેસરબેન રાજા વાલજીના પુત્ર, ગં.સ્વ. વાલબાઇના પતિ, સ્વ. અરજણ વાલજી અને સ્વ. રવજી વાલજી ઠાકરાણી (વડવા કાંયા)ના ભત્રીજા, સ્વ. ડાહીબેન લધાભાઇ ભાણજીભાઇ પરવાડિયા (ગઢશીશા)ના જમાઇ, મોંઘીબેન કરસન પરવાડિયા (ગઢશીશા), સ્વ. જીવરાજભાઇ, પ્રેમજીભાઇ (નાગપુર), મનજીભાઇ (મુંબઇ), નાનજીભાઇ (ભુજ)ના મોટા ભાઇ, સરસ્વતીબેન (લક્ષ્મીપર), હેમલતાબેન (દુર્ગાપુર), જયાબેન (ભેરૈયા હાલ ભુજ), સ્વ. પ્રભાબેન, પરેશભાઇના પિતા, નારણભાઇ ચૌધરી, રમેશભાઇ ધોળુ, જેન્તીભાઇ પારસિયા, વર્ષાબેનના સસરા, સંકેત, સૃષ્ટિ, ક્રિષના દાદા તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-11-2023ના સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી ખાતે.

ભાડા (તા. માંડવી) : આશબાઇ દેવાંધ ખેતસિયાણી (ઉ.વ. 93) તે પાલુ દેવાંધ (દહીંસરા), નારાણ દેવાંધ (ભાડા), સ્વ. ખેંગાર દેવાંધ (અંતરજાળ)ના માતા, હીરબાઇ દેરાજ વાનરિયા (ભાડા), સભાઈબેન કરશન સુમણિયા (મુંદરા)ના માતા, સ્વ. કરમણ વીરા ગેલવા, સ્વ. કેશવ વીરા ગેલવા (નાના લાયજા)ના બહેન, રામ, કાનિયા, ગાવિંદ, હિતેષ, આશિષના દાદી તા. 10-11-2013ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10, 11, 12-11-2023ના (3 દિવસ) તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 20-11-2023ના સોમવારે નિવાસસ્થાને ભાડા ખાતે.

બાયઠ (તા. માંડવી) : કાતિયાર અધ્રેમાન ઇબ્રાહીમ (ઉ.વ. 80) તે મ. કાતિયાર હાજી અલીમામદ, હાજી કરીમ, શામામદ, મ. ઇસ્માઇલભાઇ, મ. આમદ જુસબ, મ. સધિક જુસબ, મ. ઓસમાણ કાસમ, જાફર કાસમના ભાઇ, સલેમાન તથા અફઝલના પિતા, સમેજા ઇસ્માઇલ હાસમ, મંધરા આમદ હસન, તુર્ક હારુન ફકીરમામદના સસરા તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-11-2023ના સોમવારે સવારે 10થી 11 જામા મસ્જિદ ખાતે.

રાજપર (તા. માંડવી) : ભારતીબેન મોહનલાલ સેંઘાણી (ઉ.વ. 59) તે મોહનલાલ લખમશી સેંઘાણીના પત્ની, સ્વ. કેસરબેન લખમશીના પુત્રવધૂ, પરમાબેન ધનજી વેલાણી (લુડવા)ના પુત્રી, ચિરાગ, કાજલ અને કૃતિકાના માતા, છગનભાઈના નાના ભાઈના પત્ની, અશોકભાઈના ભાભી, ચાર્મી અને ધ્યાનના દાદી તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11- 2023ના રવિવારે સવારે 9થી 12 રાજપર પાટીદાર સમાજવાડી ખાતે.

લુણી (તા. મુંદરા) : દેવલબેન કરશન ગઢવી (શેખડિયા) (ઉ.વ. 75) તે સ્વ. ખોડુ મેઘરાજ બઢાના પુત્રી, કરશનના પત્ની, મેઘરાજ, સ્વ. સુરેશ, મૂરજી, હીરબાઇ (ઝરપરા)ના માતા, સવરાજ પુનશી શેખડિયાના ભાભી તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 20-11-2023ના નિવાસસ્થાન લુણી?ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : રસિક રાજારામ કોલી (ઉ.વ. 17) તે રાજારામ નારાણના પુત્ર, ભારતી, જસુ, વર્ષાના ભાઇ, નારાણ મુસાના પૌત્ર, વેલજી મીઠુ કોલી (ઘડાણી)ના દોહિત્ર, શાંતિલાલ, વિષ્ણુ, લક્ષ્મીબેન (નખત્રાણા), રસીલાબેન (નવાવાસ-રવાપર), ગીતાબેન (દેશલપર-વાંઢાય)ના ભત્રીજા તા. 10-11- 2023ના અવસાન પામ્યા છે. સાદડી નારાણ મુસા કોલી, તળાવ શેરી નિવાસસ્થાને.

સાંધાણ (તા. અબડાસા) : ગજણ અધીબા રવાજી (ઉ.વ. 70) તે જકરિયા, હાસમ, હમીદના માતા, પઢિયાર જેસંગજી વિલુભા (વાઘાપદ્ધર)ના બહેન તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 13-11-2023ના સોમવારે સવારે 10 વાગ્યે આથમણી મસ્જિદ, સાંધાણ ખાતે.

વાયોર (તા. અબડાસા) : લુહાર આઇશાબાઇ ઇબ્રાહીમ (ઉ.વ. 55) તે લુહાર ઇબ્રાહીમ હાજી ઇસ્માઇલના પત્ની, લુહાર મામદના માતા, લુહાર સિકંદરના કાકી અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-11-2023ના રવિવારે સવારે 10 વાગ્યે વાયોર ખાતે.

Janmadin Vishesh Purti

Panchang