ગાંધીધામ/ભુજ,
તા. 16 : અંજાર
નજીક વરસામેડી સીમમાં આવેલી એક કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જ્યારે ભુજમાં ધાણીપાસાથી
જુગાર રમતા બે ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. વરસામેડી સીમમાં ડબલ્યુ મેટની સામે ચૌધરી
કોલોનીમાં જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે ગઈકાલે રાત્રે
અહીં ત્રાટકી હતી. આ કોલોનીની છેલ્લી શેરીમાં એક મકાન આગળ અમુક શખ્સો ગોળ કુંડાળું
વાળી પતા ટીંચી રહ્યા હતા. તેવામાં અહીં આવેલી પોલીસે અહીંથી રાજેશ બલવીરસિંઘ, વીરેન્દ્ર રાધેશ્યામ ગૌતમ, અકરમ અલી અબ્દુલ રસીદઅલી,
રવિકાન્ત હીરાલાલ ચોરસિયા તથા ઉપેન્દ્ર રામદયાલ શાહ નામના શખ્સોને પકડી
પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 12,400 હસ્તગત કરવામાં આવ્યા હતા. આજે બપોરે ભુજના ખેડૂત તાલીમ
કેન્દ્રની સામે કૈલાસનગર ખાતે આવેલી ખુલ્લી ઓરડીમાં જુગાર રમાઈ રહ્યાની એલસીબીની ટીમને
બાતમી મળતા દરોડો પડાયો હતો. જ્યાં ધાણીપાસા વડે જુગાર રમતા મુસ્તાક ઉર્ફે ડેણ અભુભખર
નોડે અને પરેશ ઉર્ફે ભાણો અરુણ ગોર (રહે. બન્ને ભુજ)ને રોકડ રૂા. 45,400 તથા બે મોબાઈલ કિ. રૂા. 5500ના મુદામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ
કરાવી કાર્યવાહી કરાઈ છે.