• ગુરુવાર, 12 માર્ચ, 2026

ટી-20 ફોર્મેટમાં 700 વિકેટ : રાશિદ ખાન દુનિયાનો પહેલો બોલર

નવી દિલ્હી, તા.16 : આઇસીસી ટી-20 વર્લ્ડ કપનો 28મો મેચ આજે અફઘાનિસ્તાન-યુએઇ ટીમ વચ્ચે રમાયો હતો. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાનના કપ્તાન અને ચમત્કારિક સ્પિનર રાશિદ ખાને એક વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. રાશિદ ખાન ટી-20 ફોર્મેટમાં 700 વિકેટના આંકડે પહોંચનારો દુનિયાનો પહેલો બોલર બન્યો છે. આ મામલે તેની આસપાસ પણ કોઇ નથી. આ સૂચિમાં બીજા નંબર પર વેસ્ટ ઇન્ડિઝનો બોલર ડવેન બ્રાવો 631 વિકેટ સાથે છે. તે નિવૃત્ત થઈ ચૂક્યો છે. રાશિદ ખાને આજે યુએઇના ખેલાડી મુહમ્મદ અરફાનને આઉટ કરી 700 વિકેટ પૂરી કરી હતી.

Panchang

dd