ભુજ, તા. 16: રોયલ્ટી
કરતાં વધારે બેન્ટોનાઈટ (ખનિજ) વહન કરતાં બે ટ્રેઈલર એલસીબીએ ગઢશીશા વિસ્તારમાંથી
ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલિંગમાં
હતી ત્યારે હમલા મંજલથી શેરડી તરફ જતા રોડ પાસે આવતા બે ટ્રેઈલર નં. જી.જે-39-ટી.એ.-8860 જેમાં
રોયલ્ટી કરતાં 7.5 ટન વધુ અને ટ્રેઈલર નં. જી.જે.-12-બી.વી.-9220માં
પણ રોયલ્ટી કરતાં 4.5 ટન વધુ બેન્ટોનાઈટ (ખનિજ) ભરેલું હોવાથી
વાહનો જપ્ત કરી ખાણ ખનિજ વિભાગને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.