• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પાકિસ્તાન સામે થયો એ ભારત દેશની વિજય છે : સૂર્યકુમાર

કોલંબો, તા. 16 : પાકિસ્તાન સામેની 61 રનની પ્રચંડ જીત બાદ ટીમ ઇન્ડિયાના કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ વિજય ભારત દેશનો છે. ગઇકાલના પાક. સામેના મહામુકાબલામાં ઇશાન કિશનના આતશી 77 રનથી ભારતે 17પ રન કર્યાં હતા. જવાબમાં પાકિસ્તાની ટીમ ઘૂંટણિયે પડીને 18 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચ બાદ સૂર્યકુમારે કહ્યું આ પિચ પર 1પપ આસપાસનો સ્કોર પડકારરૂપ બની રહેત, અને તેનાથી 1પ-20 રન વધુ કર્યાં. આ પિચ પર પહેલા બેટિંગ કરવી વધુ હિતાવહ હતી. અમે ટોસ જીતવાની સ્થિતિમાં બેટિંગ જ પસંદ કરવાના હતા. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે પાક. કપ્તાન સલમાન આગાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. તેના આ નિર્ણયની ચોમેર ટીકા થઇ રહી છે.  સૂર્યકુમારે કહ્યું એક રનમાં વિકેટ ગુમાવ્યા પછી કોઇએ જવાબદારી લેવાની જરૂર હતી. ઇશાને અલગ વિચાર્યું. તેણે કમાલ કરી દીધી. આ પછી બુમરાહે બતાવી દીધું કે તે દુનિયામાં સર્વશ્રેષ્ઠ કેમ છે. બીજી તરફ પાક. કપ્તાન સલમાન આગાએ સ્વીકાર્યું કે અમે પાવર પ્લેમાં 4 વિકેટ ગુમાવી. આથી ભીંસમાં આવી ગયા. અમે 4 સ્પિનર સાથે ઉતર્યાં હતા. પણ તેમનો આજે દિવસ ન હતો.

Panchang

dd