ભુજ, તા. 16 : માધાપરમાં
કુટુંબીજનોએ સંબંધના નાતે સોનાનાં ઘરેણા લોન લેવા માટે લીધા બાદ પરત ન આપતાં બે
સામે 18.47 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ
નોંધાઇ છે. ગત તા. 23/5/24થી આજ સુધી હંસનગર ખાતે બનેલા આ બનાવ
અંગે આજે માધાપર પોલીસ મથકે નવાવાસ-માધાપર ખાતે રહેતા રમીલાબેન શાંતિલાલ ગરવાએ
તેમના કુટુંબીજનો એવા જયશ્રીબેન રમેશભાઇ અમૃત વેલજી ગરવા (રહે. બંને
મફતનગર-માધાપર) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ સંબંધના નાતે ફરિયાદી
પાસેથી સોનાનાં ઘરેણા જેમ કે,
મંગળસૂત્ર, બૂટિયા, રિંગ,
ચેન, લોકેટ, પાટલા જેની
કિં. રૂા. 18,47,000 લઇ વિવિધ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇ આ
ઘરેણા આજ સુધી પરત ન આપી તેમની સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાવી
છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.