કોલકતા, તા. 16 : ઇટાલીને
24 રને
હાર આપીને ઇંગ્લેન્ડ ટીમે ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં
પ્રવેશ કર્યો છે. ગ્રુપ સીમાં 4 મેચમાં 3 જીત અને
1 હારથી
6 અંક
સાથે પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને રહી ઇંગ્લેન્ડે આગેકૂચ કરી છે. 3 મેચમાં 6 પોઇન્ટ
સાથે વેસ્ટ ઈન્ડિઝ ટોચ પર છે જ્યારે ઈટાલી અને નેપાળ બહાર થયા છે. આજના મેચમાં
ઇંગ્લેન્ડના 7 વિકેટે 202 રનના જવાબમાં ઇટાલીએ સારી ટકકર
આપીને 178 રન કર્યાં હતા. આથી ઈંગ્લેન્ડની 24 રને
જીત થઇ હતી. એક સમયે જસ્ટિન મોસ્કા અને બેંજામિન મનેંટી વચ્ચેની ચોથી વિકેટની 48 દડામાં
92 રનની
ભાગીદારીથી ઇંગ્લેન્ડ પર અપસેટનો ખતરો ઉભો થયો હતો. જો કે આ જોડી જેવી તૂટી એ સાથે
ઇટાલી ટીમનો રકાસ શરૂ થયો હતો અને 20 ઓવરમાં 178 રને
ઓલઆઉટ થઇ હતી. બેંજામિન મનેંટીએ ફક્ત 2પ દડામાં 4 ચોક્કા-6 છક્કાથી
60 અને
જસ્ટિન મોસ્કાએ 43 રનની ઈનિંગ રમી હતી. ગ્રાંટ સ્ટૂઅર્ટે ઝડપી 4પ રન
બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમી એવરટન અને સેમ કરને 3-3 વિકેટ
લીધી હતી. આ પહેલા ઇંગ્લેન્ડના 7 વિકેટે 202 રન
થયા હતા. પ્લેયર ઓફ ધ મેચ વિલ જેકસે ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કરીને 22 દડામાં
3 ચોક્કા-4 છક્કાથી
પ3 રન
કર્યાં હતા. ફિલ સોલ્ટ 28, જેકબ બેથેલ 23, ટોમ
બેંટન 30 અને સેમ કરન 23 રને આઉટ થયા હતા. બટલર (3) અને
કેપ્ટન બ્રુક (14) નિષ્ફળ રહ્યા હતા. ઇટાલીના સ્ટૂઅર્ટ અને
કાલૂગામનેને 2-2 વિકેટ મળી હતી.