• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

કચ્છનું રણ ભારતની સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક

ભુજ, તા. 16 : ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ મેન્યુફેક્ચરર ટીવીએસ મોટર કંપનીએ ભારતના પ્રખ્યાત સ્થળોને નવી રીતે અનુભવવા માટે મોટરસાઈકલ આધારિત પ્રવાસોની નવી દિશા આપી રહી છે. રણ ઉત્સવમાં પોતાના બીજા વર્ષ દરમિયાન કંપનીએ રણ ઓફ કચ્છને વૈશ્વિકસ્તરે  વધુ નામના અપાવવા પ્રયાસ કર્યો છે. ટીવીએસ મોટર કંપનીના ચેરમેન સુદર્શન વેણુએ કચ્છના રણને ભારતની સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક ગણાવ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રણ ઉત્સવ સ્થળોને અનુભવવાની રીતમાં નવો માપદંડ ઊભો કરી રહ્યો છે. આ વર્ષે રાઈડર્સ અને સમુદાયોની વધતી ભાગીદારી બતાવે છે કે, કચ્છનું રણ પરંપરાગત પ્રવાસનથી આગળ વધી રહ્યું છે. ટીવીએસ મોટર કંપનીના સુદર્શન વેણુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનાં સ્થળોને અને અનુભવ આધારિત પ્રવાસનને પ્રોત્સાહન આપવા જે દૃષ્ટિ આપી છે તે ટીવીએસ મોટર માટે પ્રેરણાસ્રોત રહી છે. ટીવીએસ અપાચે ઓનર્સ ગ્રુપ અને ટીવીએસ રોનિન કલ્ટ કમ્યુનિટીની પ્રથમ વેસ્ટ ચેપ્ટર રાઈડમાં મુંબઈ, પૂણે, કોલ્હાપુર, જયપુર અને અમદાવાદથી 100થી વધુ રાઈડર્સ જોડાયા હતા. પાંચ ખાસ ડિઝાઈન કરેલી મોટરસાઈકલો કચ્છના રણની પ્રકૃતિ અને સંસ્કૃતિને આધારે તૈયાર કરવામાં આવી હતી. ટીવીએસ મોટરે ગુજરાત ટૂરિઝમ સાથે લાંબાગાળાના અનુભવાત્મક પ્લેટફોર્મ ઊભાં કરવાના તેના ઈરાદાનો પુનરોચ્ચાર કર્યો છે.

Panchang

dd