• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

સસ્તા સોનાની લાલચ આપી 4.30 લાખની ઠગાઈનો આરોપી જબ્બે

ભુજ, તા. 16 : બે વર્ષ પૂર્વે અમદાવાદના શખ્સને સસ્તા સોનાની લાલચ આપી ખોટા નામ સાથે ત્રપુટીએ શીશામાં ઉતારી 4.30 લાખની ઠગાઈ કર્યાના બનાવમાં આરોપી જુસબ વલીમામદ કકલ (રહે. ઓધવવંદના સોસાયટી, ભુજ) ને પોલીસે ઝડપી પાડયો છે. એલસીબીની ટીમે બાતમીના આધારે એરપોર્ટ રોડ પર સંસ્કાર સ્કૂલ તરફ જતા માર્ગેથી આ છેતરપિંડીનાન ગુનાના નાસતા-ફરતા આરોપી જુસબ કકલને ઝડપી પુછતાછ કરતા ગુનાની કબૂલાત કરી હતી. આથી તેની અટક કરી આ છેતરપિંડીમાં ગયેલા રૂા. 3.30 લાખ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જુસબ સામે અગાઉ છેતરપિંડી, જમીન પચાવી પાડવા સહિતના વિવિધ ગુના પોલીસ મથકે નોંધાઈ ચુક્યા છે.

Panchang

dd