• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પાકની હારથી નકવીની ખુરશી ખતરામાં

નવી દિલ્હી, તા. 16 : ટી-20 વિશ્વકપ મુકાબલામાં ભારત સામે પાકિસ્તાનના પરાજયથી પાકના રમતરસિકોમાં ભારોભાર આક્રોશ છે. પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસીન નકવીની ખુરશી ખતરામાં છે. રમતજગતના લોકો નકવી સામે સવાલ ઊઠવીને તેમને પદ પરથી તાત્કાલિક હટાવી દેવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, આ હારથી પાક સેનાવડો આસિમ મુનીર પણ ભારે નારાજ થયો છે, મુનીરે વડાપ્રધાન શાહબાઝ શરીફને આ અંગે સંદેશ મોકલ્યો છે. આ મેસેજમાં પાક સેનાવડાએ પાક ક્રિકેટ બોર્ડના નબળા વહીવટથી માંડીને ટીમને અપૂરતી તૈયારી, બિનજરૂરી આક્રમક નિવેદનોની ટીકા કરી હતી. પૂર્વ ખેલાડી શોએબ અખ્તરે પણ પીસીબી અધ્યક્ષ મોહસીન નકવીને અસમર્થ લેખાવીને ટીકા કરી હતી. દરમ્યાન રવિવારે પાકિસ્તાનની પાંચ વિકેટ પડી કે તુરત જ નકવી કોલંબો સ્ટેડિયમથી હોટેલ જવા રવાના થઈ ગયો હતો. પાકિસ્તાનની હાર પર ગઈરાતથી સોશિયલ મીડિયામાં ટીમની બેઈજ્જતી થઈ હતી. ચાહકોનો ગુસ્સો હતો કે, આના કરતાં ટીમે ભારત સામે ન રમવાનું નક્કી કર્યું હતું એ યોગ્ય જ હતું.

Panchang

dd