• સોમવાર, 02 નવેમ્બર, 2026

અવસાન નોંધ

અંજાર : ધોબી અનવર હાજીઅલીમામદ (આઝાદ લોન્ડ્રી) (ઉ.વ. 61) તે મામદ, કાદર (પ્રમુખ, અંજાર ધોબી સમાજ), શકીના, આઇશા, ફરીદાના ભાઇ, અકબર, એજાજ, નસીમ, શહેનાઝના પિતા, નાસીર મામદ, ફરહાન કાદરના મોટા બાપા, સુફિયાન, તાહીર, આયત, મુજાહીદના દાદા તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-11-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 ધોબીવાસ, ઇદગાહ પાછળ, ગંગાનાકા પાસે અંજાર ખાતે.

અંજાર : રાજેશ (રાજુ) મણિલાલ ભટ્ટ (ઉ.વ. 55) તે સ્વ. લિલાવંતીબેન મણિલાલ (ટાંગાવાળા)ના પુત્ર, સ્વ. દયાબેન મણિશંકર તથા સ્વ. અમૃતલાલ (બચ્ચુભાઈ)ના ભત્રીજા, દામજી ભગવાનજી ભટ્ટ (ભુવડ)ના ભાણેજ, સ્વ. સુરેશભાઈ, સ્વ. જેન્તીલાલ, સ્વ. રમેશભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. નિર્મલાબેન, સ્વ. મંજુલાબેન, સંગીતા, હર્ષિતાના ભાઈ, સ્વ. રાજેશકુમાર જીવરાજભાઈ (જામનગર), મનીષકુમાર ઝવેરીલાલ ભટ્ટના સાળા, ગં. સ્વ. મનીષાબેન, ગં. સ્વ. અનસુયાબેન, ગં. સ્વ. કીર્તિબેનના દિયર, કોમલ, રાખી, જાનકી, ચેતના, ધવલ, મિત્તલ, દીપલ, ભૂમિલના કાકા, મયુષી, દીક્ષિતના મામા, જિજ્ઞેશ, હિરેન, શિવમ, જિગર, પૂજાના કાકાજી તા. 1-11-2026ના અવસાન પામ્યા છે.  બેસણું તા. 2-11-2026ના સોમવારે 4.30થી 5.30 ખોડિયાર મંદિરની પાછળ, મેસુરાણી હોલ, સવાસર નાકા બહાર, સોરઠિયા નાકા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે) 

આદિપુર : અમૃતબેન મોહનભાઇ વાવેસા (માલી) (ઉ.વ. 55) તે મોહનભાઇ માલીના પત્ની, કિરણ, આરતીના માતા, ઉર્વીબેનના સાસુ, માહી, સાક્ષી, ધૈર્યના દાદી, કિશોરભાઇ, અમરશીભાઇ સોલંકીના બહેન તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સોમવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન પ્લોટ નં. 20, કેસરનગર-2 આદિપુર મધ્યે. 

માંડવી : મૂળ વાંઢિયાના હાલે અમદાવાદ અ.સૌ. કોકીલાબેન જયંતીલાલ મહેતા (ઉ.વ. 64) તે જીવરાજભાઇ ગોવિંદજીના પુત્રવધૂ, ફોરમ, દર્શન, આલીનના માતા, જયસુખભાઇ, સ્વ. સુરેશભાઇના ભાઇના પત્ની, અતુલકુમાર, વૈશાલી, ખુશ્બૂના સાસુ, રસિકલાલ, સ્વ. સૂરજબેન, ભાગ્યવંતીબેન, વાસંતીબેન, જયેશના બહેન, મેઘ, જીનય, પ્રાંશના દાદી, રીવા અને શિયાના નાની, કમળાબેન ધરમશીભાઇ ચંદુરા (માંડવી)ની પુત્રી તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સોમવારે સવારે 9થી 10.30 કચ્છી સેવા સમાજ પાલડી, અમદાવાદ ખાતે.

દબડા (તા. અંજાર) : દેવનાથ મેઘનાથ (રાજબાઇમાના ભૂવા) (ઉ.વ. 75) તે સ્વ. જમનાબેન મેઘનાથના પુત્ર, સ્વ. રામનાથ, સ્વ. શિવનાથ તથા સ્વ. નારણનાથ રાવનાથના ભત્રીજા, શારદાબેનના પતિ, સ્વ. સોમનાથ દલપતનાથ (ફતેહગઢ)ના જમાઇ, નારણનાથ સોમનાથ (આડેસર)ના બનેવી, દિનેશનાથ, મંગલનાથ, બટુકનાથ, લક્ષ્મીબેન વીરનાથ (ગાગોદર), સરસ્વતીબેન પ્રેમનાથ (અંગિયા), પુષ્પાબેન ઇશ્વરનાથ (ભચાઉ), સ્વ. સોમનાથ રામનાથ, હરિનાથ, વિનોદનાથ, શાંતિનાથ, ધર્મેન્દ્રનાથ, નવીનનાથ શિવનાથ, ભારતનાથ, સ્વ. ચંચળબેન નારણનાથ (લાખાગઢ), સ્વ. અમરતબેન કામનાથ, ગૌરીબેન પ્રેમનાથ, પાર્વતીબેન દિનેશનાથ (નેત્રા), મંગળાબેન દયાળનાથ (અંગિયા)ના મોટા ભાઇ, સુરેશનાથ, પરેશનાથ, દીપાબેન, જાગૃતિબેનના પિતા, જિજ્ઞેશનાથ બાલનાથ (આદિપુર), યોગેશનાથ શંકરનાથ (વિગોડી), લતાબેન સુરેશનાથ, વર્ષાબેન પરેશનાથના સસરા, દીપકનાથ પ્રતાપનાથ, કેતનનાથ વિશાલનાથ, સ્વ. ચંદ્રેશનાથ વિમલનાથ, કમલનાથ ધનસુખનાથ, દીપકનાથ કિશનનાથ, મહેન્દ્રનાથ સુરેશનાથ, ભીષ્મનાથ ભૂપેશનાથના મોટાબાપા, રાજનાથ, કિશનનાથ, પીયૂષનાથ, હિમાંશુનાથ, સ્વરૂપનાથ, જયાંશનાથના દાદા તા. 31-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સોમવારે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, કૈલાસનગર (દબડા)માં સાંજે 4થી 5 અને ધાર્મિકક્રિયા તા. 12-11-2026ના ગુરુવારે નિવાસસ્થાન ઓમનગર (દબડા) અંજાર ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : રાયમા હાજી ફકીરમોહમ્મદ ભચુ (ટપાલી) (ઉ.વ.84) (મુતવલી તયબાહ મસ્જિદ ગઢશીશા) તે આહમદના ભાઈ, અબ્દુલગની, અબ્દુલરઉફ, અબ્દુલઅઝીઝ, અબ્દુલમજીદ અને અબ્દુલકાદરના પિતા, ઇકબાલ દાઉદના સસરા, મામદ ઓસમાણના કાકાઈ ભાઈ તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 3-11-2026ના મંગળવારે સવારે 10થી 11 પીર ઇસ્માઇલશાહ જમાતખાના, ભુઠ્ઠીપીર દરગાહ પ્રાંગણ ગઢશીશા ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : કચ્છી બ્રહ્મક્ષત્રિય મૂળ બિટ્ટા (તા. અબડાસા)ના રોહિત ખીમજી શનિશ્ચરા (ઉ.વ. 34)  તે ગં. સ્વ. સવિતાબેન ખીમજી શનિશ્વરાના પુત્ર, ભાવિન અને સંગીતા ધીરેન પાતારના ભાઈ, જલ્પાબેનના દિયર, પુષ્પાબેન મનસુખ શનિશ્વરા, સ્વ. વિમળાબેન હીરાલાલ લોડાયા, સ્વ. ખમાવંતીબેન ભરતભાઈ ભાટિયા અને સ્વ. ભાવનાબેન મહેશભાઈ સોનેજીના ભત્રીજા, સ્વ. પ્રભાબેન કેશવજી લિયા (ગુંદાલા)ના દોહિત્ર, આનંદના કાકાઈ ભાઈ, ધૈર્ય અને ધ્યેયના કાકા તા. 31-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સાંજે 4થી 5 નીલકંઠ મહાદેવ મંદિર, ગુંદાલા ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : રાજેન્દ્રસિંહ ગનુભા જાડેજા તે સ્વ. ગનુભા જીલુભા જાડેજાના પુત્ર, સ્વ. નટવરાસિંહ જીલુભા જાડેજા, જગદીશાસિંહ જીલુભા જાડેજાના ભત્રીજા, જયરાજાસિંહ, દિવ્યરાજાસિંહ, અજયાસિંહ, જયદીપાસિંહ તથા પાર્થરાજાસિંહના ભાઈ, શિવાંશીબાના પિતા તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા.2-11-2026 સોમવારના  સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી દરબારગઢ, નવીનાળ ખાતે. ધાર્મિકક્રિયા તા. 5-11-2026ના ગુરુવારે દરબારગઢ નવીનાળ ખાતે. 

 દયાપર (તા. લખપત): મૂળ જુણાચાયના સોઢા રવાજી અખેરાજજી (ઉ.વ. 66) તે સોઢા નરેન્દ્રસિંહના પિતા, ગજાજી, સ્વ. લાખિયારજી, પથુભા, રામસંગજીના મોટા ભાઇ, સોઢા મહેન્દ્રસિંહ કલાજીના કાકાઇ ભાઇ,  બચુભા ભીમજી (ઝુરા)ના બનેવી, રાઠોડ નોગણજી અજાજી (વાલ્કા નાના)ના સાળા, દાનસંગજી નારાણજી જાડેજા (જુણાચાય)ના મામાઇ ભાઇ, ભૂપતસિંહ, દેવેન્દ્રસિંહ, દીપકસિંહ, સરતાજી, દિવ્યરાજસિંહ, વનરાજસિંહ, રાજવીરસિંહના મોટા બાપુ તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 5-11-2026ના ગુરુવારે સાંજે તથા ઘડાઢોળ તા. 6-11-2026ના શુક્રવારે સવારે નિવાસસ્થાન શ્રીહરિ સોસાયટી દયાપર ખાતે.

મુલુન્ડ : મૂળ મુરુના જયાલક્ષ્મીબેન કારિયા (ઉ.વ. 86) તે સ્વ. જીવરામ વાલજી કારિયાના પત્ની, સ્વ. મોંઘીબેનના પુત્રવધૂ, ગં.સ્વ. કમળાબેન કાનજી કારિયાના દેરાણી, હંસાબેન ભગવાનદાસ, ભરત, મહેશ, રેખાબેન શિરિષ કોટક, ઇન્દિરાના માતા, પ્રફુલ્લાબેન અને મનીષાબેનના સાસુ, સ્વ. કૌશિક, રૂષિક, અવંતિકા પ્રશાંત પોપટ, અક્ષયના દાદી, સ્વ. જશોદાબેન લાલજી ભીંડે (બેરાજા)ના પુત્રી, સ્વ. માધવજી ટોપણદાસ, સ્વ. મધુબેન વસંત, સ્વ. ચંદ્રિકાબેન પ્રવીણભાઇ પવાણી, ગં.સ્વ. રંજનબેન પ્રતાપભાઇ કારિયા, ગં.સ્વ. પ્રવીણાબેન પ્રવીણભાઇ સચદેના મોટા બહેન તા. 31-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ : દિવાળીબેન ગોવિંદભાઇ વેકરિયા (ઉ.વ. 77) તા. 31-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-11-2026ના સોમવારે બપોરે 4થી 6 પટેલવાડી યુનિટ નં. 1, જલારામ ચોક, ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ ખાતે. સંપર્ક સુરેશભાઇ ગોવિંદભાઇ વેકરિયા-98242 14175.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd