• સોમવાર, 02 નવેમ્બર, 2026

કારીગરો, વેપારીઓને પ્રોત્સાહન આપવા ભુજમાં સાંસદ સ્વદેશી મેળાનો પ્રારંભ

ભુજ, તા.1 : અહીંના કતિરા પાર્ટી પ્લોટ, લોહાણા મહાજનવાડી ખાતે પાંચ દિવસીય સાંસદ સ્વદેશી મેળાનો પ્રારંભ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી સંદેશને સાકાર કરવાના હેતુથી સાંસદ  વિનોદભાઈ ચાવડા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટનાં સૌજન્યથી  દિવાળી તહેવારને અનુલક્ષીને સ્વદેશી બનાવટની ઘર સજાવટની સામગ્રી, ખાદી તેમજ હેન્ડીક્રાફ્ટની ચીજ વસ્તુઓના પ્રદર્શન સાથે વેચાણ માટે મેળાનું આયોજન કરાયું છે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ગાયક વિશાલભાઈ ગઢવી, દેવલબેન ગઢવીએ ગીતો, ભજન રજૂ કર્યા હતા.  તા.5-11સુધી દરરોજ સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી કતીરા પાર્ટી પ્લોટ પ્રદર્શન કમ વેચાણ કરાશે. મેળાના માધ્યમથી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સાથે સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ તેમજ હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને પોતાની બનાવટની ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરાયો છે. આ પહેલથી સ્થાનિક કારીગરો અને નાના વ્યવસાયકારોને પોતાની કળા અને ઉત્પાદનોને લોકો સુધી પહોંચાડવાની તક મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, તેમજ કમલભાઈ ગઢવી, અશોકભાઈ હાથી, મોહનભાઈ ચાવડા, પ્રફુલાસિંહ જાડેજા, પારૂલબેન કારા, બિંદીયાબેન ઠક્કર, રૂપલબેન ચાવડા, રેશ્માબેન ઝવેરી, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, વિકાસભાઈ રાજગોર, જયંતભાઈ ઠક્કર, રાજેશભાઈ પલણ, હિતેશભાઈ ગોસ્વામી, લક્ષ્મીબેન ખેતાણી, વાલુબેન બડગા, કુલદીપાસિંહ ચૌહાણ વગેરે હાજર રહ્યાં હતા. સંચાલન રીતેનભાઈ ગોરે કર્યું હતું. શક્તાસિંહ ઝાલા, કિશોરભાઈ નટ વગેરે સહયોગી બન્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd