• સોમવાર, 02 નવેમ્બર, 2026

દિવાળીથી પહેલાં ધંધાદારી ગેસ મોંઘો

નવી દિલ્હી, તા. 1 : દિવાળીથી પહેલાં જ સામાન્ય જણને મોંઘવારીના પરોક્ષ માર રૂપે ધંધાદારી (કોમર્શિયલ) ગેસ સિલિન્ડર 17 રૂપિયા મોંઘું થઈ ગયું છે. ઓઈલ કંપનીઓએ તહેવારી મોસમમાં જ ધંધાદારી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરતાં બહારની વાનગીઓ મોંઘી બની શકે છે. રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ પણ થોડોક વધવાથી ચા-નાસ્તા - હોટેલના ભોજનના ભાવો વધી શકે છે. લગ્ન જેવા પ્રસંગોમાં કેટરિંગ પણ મોંઘું બની શકે છે. બીજી તરફ આજથી કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો તે નંબરના ધારકનું અસલી નામ પણ ક્રીન પર દેખાશે. વ્યક્તિએ સિમકાર્ડ ખરીદતી વખતે આધારકાર્ડ જેવા સરકારી ઓળખના પુરાવા તરીકે જે ઓળખપત્ર આપ્યું હશે, તે મુજબનું નામ મોબાઈલના ક્રીન પર આવી જશે. વધુ એક મહત્ત્વનો બદલાવ પણ રવિવારથી અમલી થયો છે, જેમાં ટોલપ્લાઝાથી 20 કિ.મી.ના દાયરામાં રહેતા ખાનગી વાહનમાલિકોને દર વખતે ટોલ આપવામાંથી રાહત મળશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd