અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી ) : ગુજરાતની શાળાઓમાં
અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ અથવા ઓછા માર્ક્સ લાવતા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે
મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ સાથે ગુણને આધારે શાળાઓ દ્વારા ભેદભાવ પર રાજ્ય
સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા કલ્યાણ
અર્થે તેમનાં માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારે આ
મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અન્વયે હવે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શાળાઓમાં વિદ્યાર્થીઓનાં માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ અને આત્મહત્યા નિવારણ માટે ખાસ વ્યવસ્થા
ઊભી કરવી ફરજિયાત બનશે. સતત વધી રહેલી સ્પર્ધાત્મકતાના
દોરમાં ભવિષ્યની ચિંતા અને પરિવારની અપેક્ષાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માનસિક તણાવ, પ્રદર્શન સંબંધિત ચિંતા,
આત્મવિશ્વાસનો અભાવ અને હતાશા જેવા લક્ષણોનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી
રીવાબા જાડેજાના માર્ગદર્શમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ વિનિયમો, 1974માં
નવી જોગવાઈ તરીકે વિનિયમ-16(અ)
ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં
વિદ્યાર્થિઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા
નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર - છાત્રો સાથે માર્ક્સના આધારે ભેદભાવ : માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ 9-10ની માધ્યમિક તથા ધોરણ 11-12ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે. શાળાઓ
હવેથી ઓછા માર્ક્સ લાવનારા વિદ્યાર્થીનું જાહેરમાં અપમાન કરી શકશે નહીં તેમજ વધુ માર્ક્સ
લાવનારા વિદ્યાર્થીઓ સાથે તુલના કે ભેદભાવ કરી શકાશે નહીં. પરિણામને આધારે વિદ્યાર્થીઓ
વર્ગખંડમાં અલગ બેસાડવા પર પણ કડક પ્રતિબંધ રહેશે. બીજીતરફ વિદ્યાર્થીઓના સર્વાંગી
વિકાસ પર વધુ ભાર આપવા શાળાઓને જણાવાયું છે. આ નવી જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓ તણાવમુક્ત
વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે નિયમિત કાઉન્સાલિંગ, જાગૃતિ કાર્યક્રમો અને સમયસર
માનસિક સ્વાસ્થ્ય, સુરક્ષા અને તણાવમુક્ત વાતાવરણનું નિર્માણ
કરવાનું રહેશે. - દરેક
શાળામાં બનશે સ્કૂલ વેલનેસ ટીમ : નવી વ્યવસ્થા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજિસ્ટર્ડ
થયેલ ધો. 9થી 12ની દરેક શાળામાં ફરજિયાત સ્કૂલ વેલનેસ ટીમની રચના કરવાની રહેશે. શાળા કક્ષાએ
વિદ્યાર્થીઓનાં માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીની જાળવણી ઉપરાંત આત્મહત્યા
અથવા અન્ય ગંભીર જોખમી પરિસ્થિતિમાં ત્વરિત અને અસરકારક કાર્યવાહી થઈ શકે તે માટે ટીમને
તાલીમબદ્ધ કરવામાં આવશે. - 100થી વધુ વિદ્યાર્થી હોય, તો કાઉન્સેલર ફરજિયાત : 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાઓમાં, બાળ અને કિશોરાવસ્થાના માનસિક
સ્વાસ્થ્ય વિષયક તાલીમ મેળવેલા ઓછામાં ઓછા એક લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકર્તાની નિયુક્તિ કરવી ફરજિયાત રહેશે.